હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
જેમાં 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.