ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સહિત 29 ખેલાડીઓને મંગળવારે અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરાયા છે. ખેલ મંત્રાલયની પુરસ્કાર પસંદગી સમિતિની બેઠક બાદ સત્તાવાર સુત્રોએ પીટીઆઈને આ માહિતી આપી હતી.
મહિલા હોકી ખેલાડી દીપિકા ઠાકુર, ટેનિસ ખેલાડી દિવિજ શરણ, ક્રિકેટર દીપક હુડ્ડા અને પુરુષ રિકવ્ર તીરંદાજ અતનુ દાસના નામની ભલામણ પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે કરવામાં આવી છે. 31 વર્ષીય ઈશાંતે ભારત તરફથી 97 ટેસ્ટ અને 80 વન ડે મેચ રમી છે. તેના નામે 400થી વધારે આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.