બિહારના સમસ્તીપુરની પોક્સો કોર્ટે 24 મહિનાની ટ્રાયલ બાદ 29 વર્ષના એક યુવકને ત્રણ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના કેસમાં દોષીત ઠેરવી ફાંસીની સજા ફટકારી હતી.
જ્યારે ઉત્તર પ્રદેશમાં એક કિશોરી પર રેપ કરનારા યુવકને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
સમસ્તીપુરના ગાલસિંગસારાઇમાં 2 જૂન,2018ના રોજ ત્રણ વર્ષની બાળકી તેની સાત વર્ષની બહેન સાથે રમી રહી હતી, જોકે મોડી રાત સુધી બાળકી ઘરે નહોતી આવી.
બીજા દિવસે પોલીસે તપાસ કરતા બાળકીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો અને તેના શરીર તેમજ પ્રાઇવેટ પાર્ટ પર નિશાન હતા.
ઉત્તર પ્રદેશના જ બલરામપુરમાં એક સગીર વયની યુવતી પર રેપ ગુજારનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સગીરાને લાલચ આપી યુવકો અજાણ્યા સૃથળે લઇ ગયા જ્યાં તેના પર રેપ ગુજારાયો હતો. ઉત્તર પ્રદેશના જ પ્રતાપગઢ જિલ્લામાં 40 વર્ષની મહિલા પર રેપ ગુજારનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મહિલાની મેડિકલ તપાસ ચાલી રહી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.