બે દાયકામાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં સામેલ હશે, મુકેશ અંબાણીની આગાહી

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી અને ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગ વચ્ચે આજે ઓનલાઈન સંવાદ થયો હતો.

જેમાં મુકેશ અંબાણીએ આગાહી કરી હતી કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનુ એક હશે.ભારતમાં જેટલા પરિવારો છે તેમાંથી 50 ટકા મધ્યમવર્ગીય છે અને તેમાં દર વર્ષે ત્રણ થી ચાર ટકાનો વધારો થઈ રહ્યો છે.મારો વિશ્વાસ છે કે, આગામી 20 વર્ષમાં ભારતની ઈકોનોમી વિશ્વની ટોચની ત્રણ ઈકોનોમી પૈકીની એક હશે.

તેમણે કહ્યુ હતુ કે, મહત્વની વાત એ છે કે, ભવિષ્યમાં દેશ એક મોટી ડિજિટલ સોસાયટીમાં ફેરવાશે અને તેને યુવાઓ ચલાવશે.અમારી પ્રતિ વ્યક્તિ આવક 1800-2000 ડોલરથી વધીને 5000 ડોલર થઈ જશે.ફેસબૂક તેમજ દુનિયાની બીજી મોટી કંપનીઓ પાસે ભારતમાં વ્યવસાય કરવા માટે અને ભારતમાં આવી રહેલા પરિવર્તનનો હિસ્સો બનવા માટે સોનેરી તક ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ફેસબૂકે રિલાયન્સના જીઓ પ્લેટફોર્મસમાં 43000 કરોડ રુપિયાનુ રોકાણ કર્યુ છે.જેના બદલામાં ફેસબૂકને રિલાયન્સમાં 9.99 ટકાની હિસ્સેદારી મળી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.