૨ લાખ કરોડ (૨ ટ્રિલિયન) ડૉલરની માર્કેટ વેલ્યૂ ધરાવનારી અમેરિકાની પ્રથમ કંપની બની છે. બુધવારે અમેરિકી શેરબજારમાં એપલના શેરનો ભાવ વધતા તેની માર્કેટ વેલ્યૂમાં વૃદ્ધિ થઈ હતી. એપલનો શેર ૪૬૬.૮૯થી વધીને ૪૬૮.૬૫ ડૉલરે પહોંચ્યો હતો. હજુ ૨ વર્ષ પહેલા જ એપલ ૧ ટ્રિલિયન ડૉલરે પહોંચનારી કંપની બની હતી. ૨૪ મહિનાના ટૂંકા ગાળામાં કંપનીના મૂલ્યમાં ૧ લાખ કરોડ ડૉલરનો જંગી વધારો નોંધાયો છે.
એપલની સ્થાપના થયા પછી તેને એક લાખ કરોડ ડૉલરની કંપની બનતાં ૪૨ વર્ષ લાગ્યા હતા. હવે સૌથી વધુ માર્કેટ વેલ્યૂ ધરાવનારી કંપનીઓમાં એપલ આખા જગતમાં સાઉદીની અરામ્કો પછી બીજા ક્રમે પહોંચી છે. અરામ્કોએ ડિસેમ્બર ૨૦૧૯માં જ ૨ લાખ કરોડ ડૉલરની માર્કેટ કેપ હાંસલ કરી હતી. ભારતના જીડીપીનું મૂલ્ય ૨.૭ લાખ કરૉડ છે. એપલ સાથે સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય કે સમગ્ર ભારતના અર્થતંત્રની સરખામણીમાં એપલની માર્કેટ કેપ ૭૫ ટકા જેટલી છે.
એપલની સંપતિમાં વધારો શેરના ભાવને કારણે થયો છે. એટલે જો શેરના ભાવમાં ઘટાડો થાય તો વળી વેલ્યૂમાં ફરીથી ઘટાડો પણ થઈ શકે છે. પરંતુ આ વધારો એ દર્શાવે છે કે ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓને કોરોના જેવી મહામારીમાં પણ વાંધો આવતો નથી. આખા જગતમાં મંદી જેવી સ્થિતિ છતાં એપલનું વેચાણ સતત વધી રહ્યું છે. અમેરિકાની ચાર મોટી ટેકનોલોજી કંપનીઓ એપલ, એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટ મળીને કુલ ૬ લાખ કરોડ ડૉલરની વેલ્યૂ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.