બે મહિના બાદ શરૂ થઈ વિમાન સેવાઓ: કેટલીક ફ્લાઈટ કેન્સલ, મુસાફર પરેશાન

સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક વિમાનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. એવામાં છેલ્લા બે મહિનાથી ફસાયેલા લોકો હવે પોતાના રાજ્યમાં પાછા જઈ રહ્યા છે. આ સિવાય આજે ઈદ હોવાના કારણે કેટલાક લોકો સગા-વ્હાલાઓને મળવા પણ જઈ રહ્યા છે.

જોકે કેટલાક મુસાફરોને એરપોર્ટ પહોંચ્યા બાદ ખબર પડી કે તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. એવામાં કેટલાક મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી છે. કેટલાક આટલા દિવસો બાદ બહાર નીકળ્યા તો તેમને વિમાનમાં બેસ્યા પહેલા સેફ્ટી વગેરેને લઈને ડર સતાવી રહ્યો છે. જોકે, કેટલાક લોકો એ વાતને લઈને ખુશ છે કે તેઓ ઘણા દિવસો બાદ પોતાના રાજ્યમાં પાછા ફરી રહ્યા છે.

સોમવારે દિલ્હી વિસ્તારા ફ્લાઈટ પર BJD સાંસદ અનુભવ મોહંતી પણ જોવા મળ્યા. તેઓ દિલ્હી-ઓડિશા વિસ્તારા ફ્લાઈટમાં સવાર હતા. તેમણે પોતાના ચહેરા પર ફેસ શિલ્ડ લગાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે બજેટ સત્ર બાદથી જ તેઓ અહીં ફસાઈ ગયા હતા પરંતુ હવે તેઓ પોતાના ગૃહ રાજ્ય ઓડિશા પાછા જઈ રહ્યા છે.

દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-3 પર લાંબી લાઈન જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીથી જુદા-જુદા રાજ્યો માટે વિમાન, ઉડાણ ભરશે. અહીં પર તમામ મુસાફરોને બોર્ડિંગથી પહેલા થર્મોમીટર ગનથી ચેક કરવામાં આવી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.