રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. થોડાક દિવસો અગાઉ એમના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું. જો કે બાદમાં જાણવા મળ્યું કે એ કાર્ડ ફેંક હતું. પરંતુ હવે માહિતી મળી રહી છે કે આલિયા અને રણબીર આ નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર બે સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યા છે. કપલ ફ્રાંસમાં લગ્ન કરશે. એમના લગ્ન માટે શેફ ઋતુ ડાલમિયાને કેટરિંગના અરેન્જમેન્ટ માટે અપ્રોચ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે અનુષ્કા-વિરાટના લગ્નમાં ઋતુએ જ કેટરિંગ સર્વિસ પ્રોવાઇડ કરાઇ હતી.
બંનેના લગ્નના સમાચારોમાં કેટલું સત્ય છે એ તો સમય આવવા પર જ ખબર પડશે. જણાવી દઇએ કે આ પહેલા અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નના સમાચાર પણ ખૂબ જ વાયરલ થયા હતા. પરંતુ આ સમાચાર માત્ર અફવા સાબિત થઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.