સુરત શહેર માં સાયબર સેલ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરનાર 3 ભેજાબાજો ની ધરપકડ કરવામાં આવી….

સુરત શહેર માં સાયબર સેલ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરનાર 3 ભેજાબાજો ની ધરપકડ કરવામાં આવી છે.ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાથી સારો ફાયદો થશે તેવી લોભામણી વાતો કરી ફરીયાદીશપાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ.૬૫,૫૫,૦૦૦/- IMPS/RTGS થી ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરવામાં આવી હતી.સુરત સાયબર પોલીસે છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂ.૨૫,૯૬,૦૬/- ફ્રીઝ કરાવામાં આવ્યા છે….

સુરત સાયબર સેલ પોલીસ na હાથે ઝડપાયેલા આઇપીઓએ ડિસેમ્બર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩ દરમિયાન મોબાઇલ નં.+44 7495893739 તથા મો.નં.+852 69248873 ઉપરથી વોટ્સએપમાં વાતચીત કરી છેતરપિંડી નો સિલસિલો શરુ કર્યો હતો જેમાં મુખ્ય આરોપીએ પોતાની ઓળખ મેટલ ગોલ્ડ કંપનીમાંથી “ એશલી એન્ડરસન ” હેડ ઓફ ગોલ્ડ ઓપરેશન તરીકે આપી છેતરપિંડી કરી છે.આરોપીએ બેંક એકાઉન્ટ

૧) ICICI BANK A/c No.246705500463 (IFSC ICIC002467)

૨) AXIS BANK A/c No.923020000934444 (IFSC UTIB0004665)

3) ICICI BANK A/c No.065705005025 (IFSC ICIC0000657)

૪) AXIS BANK A/C No.922020061633437 (IFSC UTIB0002563)

૫) ICICI BANK A/C No.359405002883 (IFSC ICIC0003594)

૬) બેંક એકાઉન્ટ નં.23850200000140 (IFSCFDRL0002385) મારફત પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાથી સારૂ વળતર મળશે તેવી લોભામણી લલચામણી આપી હતી.

ફરીયાદીને https://user.metalin.org/html/reg.html?code876810 ની લીંક મોકલી એકાઉન્ટ બનાવડાવી ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરાવ્યુ હતું.આરોપી એશલી એન્ડરસનન એ કુલ રૂ.૬૫,૫૫,૦૦૦/- IMPS/RTGS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા.જે રૂપિયા પૈકી થોડા રૂપિયા વિડ્રોઅલ કરવાની રીકવેસ્ટ ફરિયાફીએ નાખતા એશલી એન્ડરસન એ ટેક્નિકલ સમસ્યા તથા સરકાર સાથે ટેક્ષ બાબતે પડતી મુશ્કેલીઓનું કારણ જણાવી ખોટું બોલ્યો હતો.આમ ફરીયાદી ના કુલ્લે રૂ.૬૫,૫૫,૦૦૦/- પરત ન આપી છેતરપીંડી કરવામા આવી હતી આ બાબતે સુરત સાયબર સેલ ne ફરિયાદ આપવામાં આવી હતી.

આ ગુન્હા ma સાયબર સેલ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ-

૧) મો.સલમાન S/O મો.હનીફ મો.વજીર શેખ ઉ.વ.૩૨ ધંધો-ફોટોગ્રાફર

૨) ઝુબેર S/O જૈનુદ્દીન સીરાજ શેખ ઉ.વ.૨૮ ધંધો-રીક્ષા ડાઇવર

૩) ઇકબાલ S/O ફીરોઝ સુપડુ શાહ ઉ.વ. ૩૦ ધંધો-મજુરી ને શોધી કાઢી ધરપકડ કરવામાં આવી છે. આ ગુન્હામાં 2 આરોપીઓને પકડવાના બાકી છે.જે

૧) સદ્દામ મેહબુબ શેખ (હાલ-ભરૂચ સાયબર ક્રાઇમ સેલ ગુ.ર.નં.૧૧૧૯૯૦૫૮૨૩૦૦૦૨ ઇ.પી.કો.- ૪૧૯, ૪૨૦ તથા આઇ.ટી. એક્ટ કલમ-૬૬(સી) મુજબના કામે નામદાર કોર્ટ કસ્ટડીમાં છે.જયારે

૨) અનવર ઇબ્રાહીમ શેખ તથા
૩) મેક્ષ નામનો ઇસમ જેઓ હાલ બન્ને દુબઇ છે તેની શોધખોળ ચાલુ છે…

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.