વડોદરામાં VIP રોડ પર પડેલી લક્ઝરી બસમાં 3 મિત્ર સગીરાને ખેંચી ગયા અને પરિચિત યુવકે જ દુષ્કર્મ આચર્યું, પંચમાં નિવેડો ન આવતાં પિતાએ ફરિયાદ નોંધાવી

લક્ઝરી બસની બહાર બે મિત્રોએ વોચ ગોઠવી હતી અને સગીરા અને આરોપીઓના દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામમાં રહે છે સગીરા અને પરિવાર દુષ્કર્મ બાદ વતન જતો રહ્યો હતો

વડોદરા શહેરના હરણી રોડ પર ભરવાડવાસ પાસે રોડ પર પાર્ક કરેલી લક્ઝરી બસમાં સગીરાને ખેંચી જઇ એક યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતાં સનસનાટી મચી ગઇ છે. 10 દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.અને બીજી બાજુ ફરાર થઇ ગયેલા આરોપી અને તેને મદદ કરનાર બે યુવાનોને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમ તેના વતન જવા માટે રવાના કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં આરોપીઓ પકડાઇ જાય એવી શક્યતા છે. આરોપીઓ પકડાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

વડોદરાના ન્યૂ VIP રોડ પર રેવડિયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડરના ગામના આદિવાસીઓ રહે છે અને છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં આદિવાસી પરિવારની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. એ સમયે તેની પાછળ તેની બાજુમાં જ રહેતો તેની જ જ્ઞાતિનો નરેશ અને તેની જ જ્ઞાતિના પરિવારના બે યુવાનો સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા.

લોટ લેવા માટે નીકળેલી સગીરા ન્યૂ VIP રોડ ઉપર પાર્ક કરેલી એક બસની પાછળ લઘુશંકાએ જતાં નરેશ અને તેના જ સમાજના બે મિત્રો બસ પાસે પહોંચી ગયા હતા અને લઘુશંકા કરવા ગયેલી સગીરાને બસમાં ખેંચી ગયા હતા, અને જેમાં નરેશે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. આ બનાવ બાદ આદિવાસી પરિવાર પીડિતાને લઇ વતન જતા રહ્યા હતા. એ સાથે દુષ્કર્મ આચરનાર નરેશ અને તેના બે મિત્રો પણ વતન ચાલ્યા ગયા હતા, અને જ્યાં પંચમાં કોઇ નિવેડો ન આવતાં પીડિતાના પિતાએ મોડી રાત્રે હરણી પોલીસ મથકમાં સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર નરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

ACP ભરત રાઠોડે જણાવ્યું હતું કે શહેરમાં મજૂરીકામ કરતા દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામના આદિવાસી પરિવારના એક યુવાને તેના બે મિત્રોની મદદ લઇ તેની જ જ્ઞાતિની સગીરાને ન્યૂ VIP રોડ પર પાર્ક કરાયેલી લક્ઝરી બસો પૈકી એક બસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઇ છે. અને 10 દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં પીડિતાના પિતાએ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી કરી દીધી હતી, પરંતુ, આરોપીઓ મળી આવ્યા ન હતા

આરોપીઓ પકડાયા બાદ આ બનાવ અંગેની ચોક્કસ વિગતો બહાર આવશે. પોલીસ દ્વારા આ બનાવ અંગેના પુરાવા એકત્ર કરવા માટેની પણ કાર્યવાહી ચાલુ છે. જે લકઝરી બસમાં દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો છે એ બસની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ, આ બનાવ સંદર્ભમાં અલગ-અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.