30 દિવસની અંદર ત્રણ મોટા ગ્રહણ, જાણો ક્યા ક્યા અને કેવી થશે અસર

આમ જોવા જઈએ તો ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ હિન્દુ ધર્મમાં તેને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આ વર્ષે, 2020 માં કુલ 6 ગ્રહણ થવાનો છે, તેમાંથી ત્રણ ગ્રહણો આગામી 30 દિવસની અંદર એટલે કે એક મહિનામાં થવાના છે. એક પછી એક જૂન અને જુલાઈ વચ્ચે ત્રણ ગ્રહણ થવાના છે. એક મહિનામાં થનારા આ ત્રણ ગ્રહણો પર નજર નાખીએ.

ગ્રહણની તિથિ અને સમય
જ્યોતિષીઓએ જણાવ્યું કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી 2020ના રોજ થયુ હતું, હવે 5 જૂન 2020ના રોજ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. આ એક છાયા ગ્રહણ હશે જે ભારત સહિત એશિયા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળશે.

ગ્રહણનો સમય
5 જૂન 2020ના શરૂ થનાર ચંદ્રગ્રહણ સવારે 11: 15 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 6 જૂને બપોરે 2:30 વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ 21 જૂન 202 ના રોજ 15 દિવસ પછી બીજું ચંદ્રગ્રહણ થશે. આ વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણમાં સાઉદી, દક્ષિણ-પૂર્વ અને ભારત સહિત એશિયા દેશમાં દેખાશે. જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ રહેશે.

21 જૂને ચંદ્રગ્રહણ સવારે 9.15 વાગ્યે શરૂ થશે અને બપોરે 2: 2 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે બપોરે 12 વાગ્યાની આસપાસ આ ગ્રહણની અસર ખૂબ વધી જશે. તેથી, આ ગ્રહણ પ્રત્યે વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. એક મહિનાની અંદર થનારા ત્રીજા ગ્રહણની તારીખ 5 જુલાઈ 2020 છે. આ ચંદ્રગ્રહણ હશે, પરંતુ ભારતમાં તે દેખાશે નહી. તે દક્ષિણ પૂર્વ સહિત આફ્રિકા અને અમેરિકામાં જોઇ શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.