પોરબંદરમાં ચૂંટણી લક્ષી નોંધાઇ ૩૦ ફરિયાદો : અન્ય તપાસ જારી

પોરબંદર જિલ્લાની વિધાનસભાની બે બેઠકો માટે ઉમેદવારો દ્વારા પુરજોશમાં પ્રચાર આરંભવામાં આવ્યો છે. આ સમયગાળામાં તંત્ર સમક્ષ આચાર સહિતા ભંગની અત્યાર સુધીમાં કુલ ૩૦ ફરિયાદો કરવામાં આવી છે. ચૂંટણીપંચ સમક્ષ કરવામાં આવેલી આ ફરિયાદો સંદર્ભે પોરબંદરના જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના નિયામક અને આચાર સહિતા અમલીકરણ અધિકારી (એમ.સી.સી. નોડલ) રેખાબા સરવૈયા દ્વારા તાત્કાલીક ધોરણે ફરિયાદોના નીકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

News Detail

પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બે બેઠકોના ચૂંટણી જંગમાં લાદવામાં આવેલી આચાર સહિતા અંગે ચૂંટણીપંચ સમક્ષ અત્યાર સુધીમાં ૩૦ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાંથી સક્ષમ આચાર સહિતા અમલીકરણ અધિકારી (એમ.સી.સી. નોડલ) ઓફિસર દ્વારા ૧ર ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧૮ જેટલી ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાની વિધાનસભાની બે બેઠકો માટે ઉમેદવારો દ્વારા પુરજોશમાં પ્રચાર આરંભવામાં આવ્યો છે. આ સમયગાળામાં તંત્ર સમક્ષ આચાર સહિતા ભંગની અત્યાર સુધીમાં કુલ ૩૦ ફરિયાદો કરવામાં આવી છે. ચૂંટણીપંચ સમક્ષ કરવામાં આવેલી આ ફરિયાદો સંદર્ભે પોરબંદરના જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના નિયામક અને આચાર સહિતા અમલીકરણ અધિકારી (એમ.સી.સી. નોડલ) રેખાબા સરવૈયા દ્વારા તાત્કાલીક ધોરણે ફરિયાદોના નીકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે બખરલા ગામે પાંચ કીમીની કેનાલનું ખાત મુહૂર્ત ભાજપના બાબુભાઇ બોખીરિયાએ કર્યું છે. જે આચાર સહિતાના ભંગ સમાન હોવાની બાબતો વર્ણવવામાં આવી હતી. જે અંગે એમ.સી.સી. નોડલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કામ સ્થાનીક ખેડૂતોએ કર્યો હોવાની વિગત પ્રકાશમાં આવતા આ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જ્યારે હેલ્પ લાઇન પર બોખીરા અને બગવદર બ્રીજ પર ભાજપના બેનરો લગાવવામાં આવ્યા છે તેવી ફરિયાદ મળતા આચાર સહિતા અમલીકરણ અધિકારી દ્વારા આ બેનરો અને ઝંડીઓ દુર કરવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદરના વાડી વિસ્તારમાં, જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી પણ બેનરો દુર કરવામાં આવ્યા હતા. જ્યારે શીતલાચોકમાં આમ આદમી પાર્ટીની ઝંડીઓ લગાડેલ હોવાની ફરિયાદ અંગે તપાસ કરતા આમ આદમી પાર્ટીનું કાર્યાલય હોવાથી નિયમોનુસાર ઝંડી લગાડી શકે છે. તેમજ કોંગ્રેસ દ્વારા સુદામાચોક ભાડે રાખવામાં કિન્નાખોરી કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ બન્ને પાર્ટીઓમાંથી ભાજપ દ્વારા સૌ પ્રથમ ભાડુ ચુકવવામાં આવ્યું હતું. જેથી તંત્રએ તેઓને સુદામાચોક ભાડે આપ્યું હોવાથી કિન્નાખોરી જેવો કોઇ પ્રશ્ન રહેતો નથી.
આ ઉપરાંત અત્યાર સુધીમાં ૩૦ જેટલી ફરિયાદો આવવા પામી છે અને આચાર સહિતા અમલીકરણ અધિકારી અને તેમની ટીમ દ્વારા તાત્કાલીક ફરિયાદોનું નિરાકરણ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં ૧ર ફરિયાદોનો નિકાલ થઇ ચૂક્યો છે જ્યારે ૧૮ જેટલી ફરિયાદોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.