30 ટકાથી ઓછા રિઝલ્ટવાળી 36 શાળાનું પરિણામ સુધારવા જવાબદારી સોંપાશે

100 ટકા પરિણામ લાવનારી 38 શાળાને જવાબદારી અપાશે

ધો-10 ના જાહેર થયેલા પરિણામમાં સુરત શહેરમાં ઝીરો રિઝલ્ટ લાવનારી શાળાની સંખ્યા બે, 100 ટકા પરિણામવાળી શાળાની સંખ્યા 38 અને 30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાની સંખ્યામાં 2019 કરતા 24 નો વધારો થઇને ૩૬ થઇ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10નું કંગાળ પરિણામ જાહેર કરાયુ હતું. ઓછુ પરિણામ એમસીક્યુ અને સીબીએસઇનો સીલેબેસ હોવાથી આવ્યું હોવાનું શિક્ષણવિદ્દ જણાવે છે. ત્યારે સુરત કેન્દ્વની સ્કુલોના પરિણામના આંકડા પર નજર દોડાવીએ તો સુરત કેન્દ્વમાં ઝીરો રિઝલ્ટવાળી બે શાળા, 10 ટકા પરિણામવાળી પાંચ શાળા, 30 ટકાથી ઓછુ પરિણામવાળી 36 શાળા થઇ છે. 2019 ના વર્ષમાં સુરત શહેરમાં ફકત 12 શાળાઓનું જ પરિણામ 30 ટકા કરતા ઓછુ હતુ. જયારે આ વર્ષે ૨૪નો વધારો થઇને 36 શાળાઓ થઇ છે. આગામી દિવસોમાં જે શાળાનું પરિણામ ૩૦ ટકાથી ઓછુ છે, તે શાળાઓનું સંચાલન જે શાળાનું 100 ટકા પરિણામ આવ્યુ છે તેને સોંપી દેવાશે. આ સંચાલન થકી ભૂતકાળમાં ૩૦ ટકાવાળી શાળાઓનું પરિણામમાં સુધારો આવ્યો છે.

ટકાવારી શાળાની સંખ્યા

૦             ૦૨

૧૦           ૦૫

૧૦ થી ૨૦   ૧૩

૨૧ થી ૩૦   ૨૦

૩૧ થી ૪૦   ૪૦

૪૧ થી ૫૦   ૫૦

૫૧ થી ૬૦   ૭૩

૬૧ થી ૭૦   ૧૧૮

૭૧ થી ૮૦   ૧૪૩

૮૧ થી ૯૦   ૧૫૭

૧૦૦         ૩૮




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.