ઉંમરની સાથે-સાથે શરીરમાં કેટલાય પ્રકારના ફેરફાર થતાં હોય છે, પછી તે મહિલા હોય કે પુરુષ હોય. આમ તો મોટાભાગે જોવા મળ્યું છે કે 20-25 વર્ષની ઉંમરમાં યુવાનો કોઇ પણ કાર્ય કરવામાં ઘણી સ્ફુર્તી રાખતાં હોય છે પરંતુ 30ની ઉંમર બાદ તેમના શરીરમાં થોડીક સુસ્તી આવવા લાગે છે. આ દરમિયાન શરીરને પહેલા જેવું ફીટ રાખવું ઘણુ પડકારજનક હોય છે. એવામાં લોકોની ખાણી-પીણીનું વિશેષ ધ્યાન રાખવું પડે છે જેથી શરીર ફીટ રહે અને તમે ઊંમર વધવાની સાથે થતી બીમારીઓથી બચી શકો. જો તમે પણ 30 વર્ષથી વધુ ઉંમર ધરાવો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે.
વધુ સોડિયમ ન લેવું જોઇએ
આપણે લોકો જે મીઠાનું સેવન કરીએ છીએ, તેમાં મુખ્ય ઘટક સોડિયમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂર કરતાં વધારે સોડિયમ પણ તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. વધારે પ્રમાણમાં સોડિયમનું સેવન કરવાથી હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે.
વધારે શુગર અને કાર્બ્સ ધરાવતાં ખોરાક પર કંટ્રોલ રાખો
30 વર્ષની ઉંમર બાદ તમારે વધારે શુગર અને કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો ખોરાક (વ્હાઇટ બ્રેડ વગેરે) પર કંટ્રોલ રાખવો જોઇએ. નિષ્ણાંતો અનુસાર ઉંમરના આ પડાવ પર વધારે પ્રમાણમાં શુગરનું સેવન વજન વધવાની સમસ્યા વધારી શકે છે અને તમે જાણો જ છો કે વજન વધવાની સમસ્યા કેટલીય બીમારીઓને આમંત્રિત કરી શકે છે. એટલા માટે આ પ્રકારની વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
ફાસ્ટ ફૂડથી દૂર રહો
વધતી ઉંમરની સાથે તમારે ફાસ્ટ ફૂડનું સેવન કરવાનું પણ ટાળવું જોઇએ, કારણ કે તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે. એટલા માટે જો તમે 30 વર્ષથી ઉપર છો તો તમારા માટે ફાસ્ટ ફૂડ ટાળવું જ યોગ્ય રહેશે.
દારૂનું સેવન ન કરશો
30 વર્ષની ઉંમર બાદ લોકોમાં લિવર અને કિડની સાથે સંકળાયેલી સમસ્યાઓ વધારે જોવા મળે છે. એટલા માટે દારૂનું સેવન તો જરા પણ ન કરશો. તેનાથી ન માત્ર તમારું લિવર અને કિડની પર ખરાબ અસર પડશે, પરંતુ આ વજન વધવા અને ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઇ પણ વસ્તુ શરૂ કરતાં પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.