30 વર્ષની ઉંમરે લગ્ન, 34 વર્ષની ઉંમરે છૂટાછેડા, સાઉથની ટોપ એક્ટ્રેસ જીવે છે એકલવાયું જીવન..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે જેમના લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હોય અને છૂટાછેડા થયા હોય. જો આ બધી બાબતો ફેન્સને જોવામાં સરળ લાગે છે પરંતુ સેલિબ્રિટી માટે તે ઘણી મુશ્કેલ હોય છે. આજે અમે તમને એક એવી ટોપ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના લગ્ન, છૂટાછેડા અને રેર બીમારી સહિત દરેક બાબતનો હિંમતપૂર્વક સામનો કર્યો છે અને કરી રહી છે. એટલું જ નહીં એક્ટ્રેસ હંમેશાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

1. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ

અહીં અમે વાત કરી રહ્યા છીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની. સામંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સામંથા રૂથ પ્રભુ પ્રોફેશનલ લાઈફ કરતા વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ એક્ટ્રેસિસના કેટાલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેનું વજન ઘટતું જોવા મળી રહ્યું છે.

2. 30 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન

સામંથા રૂથ પ્રભુ હંમેશાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. સામંથા રૂથ પ્રભુએ વર્ષ 2017માં સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા એક્ટર નગ ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત 2010માં થઈ હતી અને અહીંથી જ તેમના સંબંધોની શરૂઆત થઈ. કપલે સાઉથ ઈન્ડિયન લગ્ન કર્યા હતા.

3. 34 વર્ષની ઉંમર થયા છૂટાછેડા

લગ્ન પછી સામંથા અને ચૈતન્ય સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા હતા. પરંતુ બંનેના સંબંધો 4 વર્ષ પણ ટકી શક્યા નહીં. વર્ષ 2021માં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણયથી ફેન્સનું દિલ તૂટી ગયું હતું. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે આ સંબંધમાં રહેવું તેના માટે મુશ્કેલ થઈ ગયું હતું.

4. 37 વર્ષની ઉંમરમાં જીવી રહી છે સિંગલ લાઈફ

જ્યારે સામંથા રૂથ પ્રભુએ લગ્ન કર્યા હતા ત્યારે તે 30 વર્ષની હતી અને છૂટાછેડા વખતે 34 વર્ષની હતી અને અત્યારે તેની ઉંમર 37 વર્ષની છે અને સિંગલ લાઈફ જીવી રહી છે. જો કે છૂટાછેડા પછી તેના જીવનમાં ઘણા ફેરફાર આવ્યા હતા. તેની અસર તેના કામની સાથે સ્વાસ્થ્ય પર પણ પડી પરંતુ એક્ટ્રેસે દરેક બાબતનો સામનો કર્યો અને હજી કરી રહી છે.

5. દુર્લભ બીમારીનો કરી રહી છે સામનો

સામંથા રૂથ પ્રભુએ 2022માં ખુલાસો કર્યો હતો કે તે માયોસિટિસ નામની બીમારીથી પીડિત છે જ્યારે એક ઓટો ઈમ્યુન ડિસઓર્ડર થાય છે. આ એક એવો ડિસઓર્ડર હોય છે જેમાં આપણી ઈમ્યુન સિસ્ટમ ટિશ્યુને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે ઈમ્યુન સિસ્ટમ બીમારીઓથી બચાવવા માટે એન્ટિબોડી બનાવે છે. સામંથાએ જણાવ્યું હતું કે, આ સ્થિતિ આજીવન રહે છે અને હું તેનો સામનો કરવા માટે પ્રયત્ન કરી રહી છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.