30 જુલાઈથી લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે ક્યુઆર કોડ ફરજીયાત

– અતિઆવશ્યક સેવાના કર્મચારીઓ કોડ મેળવવા ૨૭ જુલાઈ સુધી અરજી કરી શકે

અતિઆવશ્યક સેવાના કર્મચારીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ક્યુઆર કોડ ૩૦મી જુલાઈથી ફરજિયાત કરી દેવાયો છે. આ કોડ મેળવવા માટે અતિઆવશ્યક સેવાના કર્મચારીઓએ સંબંધિ કાર્યાલયના નોડલ અધિકારીઓ સાથે સમન્વય સાધવાનો રહેશે. ૨૭ જુલાઈ સુધી ઇ પાસ માટેની અરજી કરી શકાશે.

સબર્બન લોકલમાં પ્રવાસ કરતા અતિઆવશ્યક સેવાના કર્મચારીઓએ તેમના કાર્યાલયના પ્રમુખ પાસે ઇપાસ મેળવવાની અરજી કરવાની રહેશે. આ અરજીમાં કર્મચારીઓની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. જેમાં તેમનું નામ તેમનું પદ, વિભાગ, રહેવાનું તેમજ કામનું સ્થળ, મોબાઈલ નંબર સહિતની બાબતોની ખાસ નોંધ કરવો.

આ અરજીને સંબંધિત કાર્યાલયના પ્રમુખ પાસેથી રાજ્ય સરકારના નોડલ અધિકારી પાસે સોફ્ટ અને હાર્ડ કોપી દ્વારા આપવામાં આવશે. આ અરજીને મંજૂર કે નામંજૂર કરવાનો અધિકાર સંબંધિત નોડલ અધિકારીને રહેશે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્મચારીઓને એક એસએમએસની લિંક મોકલવામાં આવશે. તેની સાથે જ અધિકારીને પણ એક ઇમેલ આયડી અને પાસવર્ડ અપાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોબાઈલ ફોનમાં ઇપાસનો ક્યુઆર કોડ આવશે. આ ઇ-પાસ હશે તે જ પ્રવાસીઓ પાસ કે ટીકીટ ખરીદી પ્રવાસ કરી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.