નવું વર્ષ આવી રહ્યુ છે હવે તો માત્ર 20 દિવસ બચ્યા છે. આ પહેલા 31 ડિસેમ્બર સુધીમાં તમારે કેટલાક અગત્યના કામ પૂરા કરી લેવાના છે. આમાંથી એક ખુબજ અગત્યનું અને જરૂરી કામ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવુ. જો તમે તમારો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યો તો તમારે 10 હજાર રૂપિયા જેવો દંડ ભરવો પડશે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. જે લોકોએ રિટર્ન ફાઇલ નથી કર્યુ તેણે 31 ડિસેમ્બર સુધીમાં લેટ ફી ભરીને રિટર્ન ફાઈલ કરવાનો મોકો આપ્યો છે. લેટ ફીની આ રકમ 5000 રૂપિયા સુધીની છે જો તમે 31 ડિસેમ્બર સુધીનો આઈટીઆર ફાઈલ કરવાથી ચુકી ગયા છો તો તમારે આની ભારી કિંમત ચુકવવી પડશે.
31 ડિસેમ્બર, 2019 પછી 31 માર્ચ 2020 પહેલા રિટર્ન ફાઈલ કરવા પર 10,000નો દંડ થશે. જો કે જો તમારી વાર્ષિક આવક ટેક્સેબલ લિમિટથી ઓછી હશે તો લેટ ફી આપવાની નહી થાય. જે લોકોની કુલ આવક 5 લાખથી વધારે નથી તેમણે 1000નો દંડ ભરવાનો રહેશે. બજેટ 2017માં લેટ ફાઈલિંગ ફી કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય આઈટીઆર ફાઇલિંગથી ચુકી ગયેલા લોકોને ફરી મોકો આપવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.