31 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પહેલા 100 વાર વિચારજો, તમામ હોટલ હાઉસફુલ

નર્મદા જિલ્લો રાજ્યનું સૌથી મોટું પ્રવાસન ધામ બની ગયું છે અને અહીંયા 32 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે 2019 ની સાલ ને વિદાય અને 2020 ની સાલ ના આગમન ને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા ગુજરાતીઓ સહીત મોટી સંખ્યા લોકો કેવડિયા આવી રહ્યા છે અને જે માટેનું બૂકિંગ અત્યાર થી જ થઇ ગયું છે. ત્યારે કેવડિયામાં શ્રોષ્ઠ ભારત પ્રથમવાર 3 સ્ટાર હોટલ રમાડા એંકોર નું લોન્ચિંગ કરાયુ છે જ્યાં નવા વર્ષની ઉજવણી માટે ડાંસ પાર્ટીની આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે કેવડિયા ખાતે આવેલ નર્મદા ટેન્ટ સીટી-2માં પણ બુકિંગ થવા લાગી છે.

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે 31મી ડિસેમ્બર ને લઈને હોટેલો રિસોર્ટો માં ઘણી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે રમાડા હોટેલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે પ્રથમવાર આ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે થ્રિ સ્ટાર હોટલ શરૂ થઇ છે જ્યાં અમે નવા વર્ષની ઉજવણી માટે 31 ડિસેમ્બરની ઉજવણીનો ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. કપલ ડાન્સ ડિનર સહીત મ્યુઝિકલ નાઈટ નું પણ આયોજન કર્યું છે. જેમાં બહારના પ્રવાસીઓ તો ખરા પણ સ્થાનિક પ્રવાસીઓ પણ જોડાશે જયારે ટેન્ટ સીટી 2 ખાતે પણ ડાન્સ ડિનર સહીત બહારના પ્રવાસીઓ તો ઠીક સ્થાનિક કપલ પણ આ પાર્ટીમાં જોડાશે। આમ હોટેલો દ્વારા આયોજન ને લઈને સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અધધ પ્રવાસીઓ ઉમટી રહયા છે. 4 દિવસમાં સવા લાખ જેટલા પ્રવાસીઓ SOU જોવા આવ્યા હતા. 4 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 2.31 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ટિકિટ ચેકીંગના બારકોડ મશીનો વારંવાર ખોટકાતા અધિકારીઓને દોડધામ કરવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.