સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય પ્રોડક્ટ શુલ્કથી જોડાયેલ જુના વિવાદિત મામલાઓના સમાધાન માટે શરૂ કરવામાં આવેલ યોજના ‘સબકા વિશ્વાસ યોજના’ 31 ડિસેમ્બર 2019 ના રોજ સમાપ્ત થાય છે. યોજનાને લાંબાવાની કોઇ શક્યતા નથી.
31 ડિસેમ્બર સુધી જો તમને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે છે. આ પહેલાં ઈન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. પણ જે લોકો 31 ઓગસ્ટે આઈટીઆર ફાઈલ નથી કરી શક્યા તેમને 5 હજાર રૂપિયા દંડની સાથે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરવાની તક આપી હતી. જ્યારે 31 ડિસેમ્બર, 2019 પછી માત્ર 31 માર્ચ, 2020 પહેલાં રિટર્ન ફાઈલ કરવા પર 10,000 રૂપિયા દંડ આપવું પડશે.
જોકે, તમારી વાર્ષિક ઈન્કમ ટેક્સેબલ લિમિટથી ઓછી છે તો લેટ રિટર્ન ફાઈલ કરવા પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહી. જ્યારે જે લોકોની કુલ વાર્ષિક ઈન્કમ 5 લાખ રૂપિયાથી વધારે નથી, તેમને 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.
સરળ ભાષામાં કહીએ તો, જે લોકો સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઈઝને લગતા ટેક્સ વિવાદથી જોડાયેલા છે, એવા લોકોના સમાધાન માટે સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ યોજનાની જાહેરાત 2019ના સામાન્ય બજેટમાં કરી હતી. આ યોજના 1 સપ્ટેમ્બર 2019થી લાગુ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.