બિહારમાં રાજ્ય સરકારમાં સેવાઓ આપી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ આંદોલનો કરવાનાં છે, આ અમલદારોની માંગ છે કે તેમને ઘણા સમયથી પ્રમોશનો મળ્યા નથી, તેના માટે 20 ડિસેમ્બરે બિહાર રાજ્યનાં સંયુક્ત સેવા મહાસંઘની બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં ઘણા નિર્ણયો થયા.
મહાસંઘની ખાસ માંગ છે 2 વર્ષથી વધુ સમયથી પેન્ડિગ તમામને પ્રમોશન અપાવવાનું છે, આ મહાસંઘમાં બિહાર વહીવટી સેવા સંઘ, બિહાર શિક્ષણ સેવા સંઘ, બિહાર અભિનિયંત્રણ સેવા સંઘ,બિહાર આરોગ્ય સેવા સંઘ, સહિતનાં કર્મચારી સંગઠનોનો સમાવેશ થાય છે, આ બેઠકમાં તમામ યુનિયનોનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા, આ આંદોલન 14-15 જાન્યુઆરીએ શરૂ થશે.
આ કર્મચારીઓ કાળો બિલ્લો લગાવીને તેમની કચેરીઓમાં કામ કરશે, ત્યાંર બાદ જો તેમની માંગ માંનવામાં નહીં આવે તો 31 જાન્યુઆરીનાં દિવસે ભીખ માંગશે, જો ફરીથી અમારી માંગો માનવામાં નહીં આવે તો 5 ફેબ્રુઆરીનાં દિવસે સામુહિક રજાઓ પર ઉતરી જશે, તેમ છતાં પણ કાંઇ નહીં થાય તો અમે આગળની રણનિતી નક્કી કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.