શહેરમાં નવા વર્ષની ઉજવણીની ૩૧મી ડિસેમ્બરની પાર્ટીને લઇને પોલીસે તૈયારી હાથ ધરી છે. શહેરના ચોતરફ ૧ હજાર સીસીટીવીથી પોલીસ કન્ટ્રોલરુમમાં બેઠી-બેઠી વોચ રાખશે. ૫ હજાર પોલીસ શહેરના રસ્તા પર તૈનાત રહેશે. પાર્ટીની પરવાનગી માંગનાર ૩૧ આયોજકોને પરવાનગી આપવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ ૩૦૦ બ્રેથ એનેલાઇઝર સાથે પીધેલાઓને પકડવા તૈયાર રહશે. શહેરના એસજી હાઇવે, સીજી રોડ, આંદનગર, વસ્ત્રાપુર અને કાંકરીયા ર્કાિનવલ પર પોલીસનું ફોકસ વધારે રહેશે. શહેરભરની પોલીસ સાથે ૧૦ ક્યુઆરટીની ટીમો, મહિલા ટીમો, ૮૫ પીસીઆરવાન, ૨૦૦ હોક સ્કવોડ સહિત ડીસીપીની ઇચ્છા મુજબ દારુડીયાઓને તપાસવા માટે નાકા બંધીના પોઇન્ટ ગોઠવવામાં આવશે.
શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યુ હતુ કે, ૩૧મી ડિસેમ્બરની પાર્ટીને લઇને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી છે. ૧ હજાર સીસીટીવી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે. પોલીસ કન્ટ્રોલ રુમમાંથી વોચ રાખશે. ૫ હજારથી વધુ પોલીસ રોડ પર તૈનાત રહેશે. ૩૧ પાર્ટીઓને પરવાનગી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.