થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂના ધંધાર્થીઓ સક્રિય: રાજકોટમાં દારૂની હેરફેરના આ કીમિયા જોઈ તમે ચોકી ઉઠશો

થર્ટી ફસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે આ તકને લાભ લઇ કમાઈ લેવા દારૂના ધંધાર્થીઓ સક્રિય થયા છે અને દારૂની હેરફેર કરવા અવનવા કીમિયા અજમાવી રહ્યા છે પરંતુ આ કીમિયા ઓને પોલીસે બે અસર બનાવી લીધા હતા, જેમાં કોઈએ ડનલોપના ગાદલાની આડમાં તો કોઈએ કારની ગેસની ટાંકીમાં ચોર ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો.

રાજકોટમાં પોલીસે થર્ટી ફર્સ્ટે લઈ રાત્રી કર્ફ્યુમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગની પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે ત્યારે છેલ્લા 15 દિવસની અંદર અલગ-અલગ વિસ્તારમાંથી દારૂ પકડી પડાયા છે જેમાં દારૂના ધંધાર્થીઓ દ્વારા અવ નવા કીમિયા જોવા મળ્યા હતા.

એક દારૂના ધંધાર્થીઓ વાહનમાં ડનલોપ ગાદલાની આડમા તો બીજાએ કારની ગેસ ટાંકીમાં ચોર ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો. બીજી તરફ કુરિયરની કંપનીમાં દારૂની હેરફેર તો ખાલી શાકભાજીના કેરેટ ની આડમા દારૂની હેરફેરના કીમિયા જોવા મળ્યા હતા. આ કીમિયા ઓ જોઈ પોલીસ પણ જો કે ઉઠી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.