દેશમાં 5G અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં એક વર્ષમાં રોજગારીમાં 33.7 ટકાનો વધારો

ભારતના કેટલાક શહેરોમાં 5G સેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દેશના મોટા ભાગના ઉદ્યોગો હવે 5G ટેક્નોલોજીને અપનાવી રહ્યાં છે જેને કારણે છેલ્લા 12 મહિનામાં 5G અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં રોજગારીમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ જોબ સાઇટ ઇન્ડીડ અનુસાર, સપ્ટેમ્બર 2021 અને સપ્ટેમ્બર 2022ની વચ્ચે ટેલિકોમ્યુનિકેશન અને 5જી માટે જોબ પોસ્ટિંગ 33.7 ટકા વધ્યું છે.

News Detail

ભારતના કેટલાક શહેરોમાં 5G સેવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દેશના મોટા ભાગના ઉદ્યોગો હવે 5G ટેક્નોલોજીને અપનાવી રહ્યાં છે જેને કારણે છેલ્લા 12 મહિનામાં 5G અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં રોજગારીમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ જોબ સાઇટ ઇન્ડીડ અનુસાર, સપ્ટેમ્બર 2021 અને સપ્ટેમ્બર 2022ની વચ્ચે ટેલિકોમ્યુનિકેશન અને 5જી માટે જોબ પોસ્ટિંગ 33.7 ટકા વધ્યું છે. ઇન્ડીડ ઇન્ડિયા કરિયર એક્સપર્ટ સૌમિત્ર ચાંદે કહ્યું હતું કે ભારતમાં 5જી સેવા સાથે જ મોટા ભાગના બિઝનેસ હવે 5જી આધારિત ટેક્નોલોજી અને સેવાનું હાયરિંગ કરી રહી છે. મોટા ભાગના ઉદ્યોગો 5જી ટેક્નોલોજી અપનાવવા તરફ વળ્યા છે ત્યારે આગામી કેટલાક ક્વાર્ટર દરમિયાન હાયરિંગમાં વધારો થશે.

તેને કારણે ખાસ કરીને સિક્યોરિટી સિસ્ટમ ડિઝાઇન કરી શકે તેમજ નેટવર્ક આર્કિટેક્ચરને વધુ મજબૂત બનાવી શકે તેવી આવડત ધરાવતા કર્મચારીઓની પણ માંગ વધશે. તે જ રીતે નવી ટેક્નોલોજીને સ્વીકારી શકાશે. ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં સાયબર સિક્યોરિટીને વધુ સક્ષમ અને મજબૂત બનાવી શકે તે માટે ઇન્ડસ્ટ્રી અને નોકરીવાંછુઓએ તે સુનિશ્વિત કરવાનું રહેશે. કસ્ટમર સર્વિસ રીપ્રેઝન્ટેટિવ અને ઓપરેશન એસોસિએટ્સ માટે ક્લિક પણ 13.91 ટકા અને 8.22 ટકાની વૃદ્વિ થઇ છે. ડેટા અનુસાર ટોચના જોબ રોલ્સ જેમ કે ટેકનિકલ સપોર્ટ, BPO એક્ઝિક્યુટિવ અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ માટે સરેરાશ પગાર રૂ. 3,53,298, રૂ. 3,29,520 and રૂ. 3,06,680 હતો. આ રિપોર્ટ સપ્ટેમ્બર 2021 થી સપ્ટેમ્બર 2022 વચ્ચેના ડેટા પર આધારિત છે.

ઑનલાઇનથી સાયબર સિક્યોરિટીની જરૂરિયાત વધી
કોવિડ-19 દરમિયાન મોટા ભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ અપનાવ્યો હતો. મોટા ભાગની ડિવાઇઝ ઓનલાઇન હતી, ડિજીટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે જેને કારણે ખાસ કરીને કોવિડ દરમિયાન મજબૂત સાયબર સિક્યોરિટીની જરૂરિયાત પડી હતી. જેને કારણે ઓગસ્ટ 2019 થી ઓગસ્ટ 2022 વચ્ચે સાયબર સિક્યોરિટી માટે જોબ પોસ્ટિંગ 81 ટકા વધ્યું છે. 5જી લોન્ચિંગને કારણે સાયબર સિક્યોરિટીને લગતી નોકરીના અવસરોમાં પણ વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.