JIO Plan: રિલાયન્સ જિયો ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મમાં ઘણા પ્લાન ઓફર કરે છે. જિયોની પાસે વાર્ષિક પ્લાન પણ છે. આ સાથે કેટલાક પ્લાનમાં ઓટીટીનો ફાયદો મળે છે.
નવી દિલ્હીઃ Reliance Jio ના પ્રીપેડ પ્લાન તાજેતરમાં અપડેટ કરવામાં આવ્યા છે. ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપનીએ નવા પ્લાન્સમાં અપડેશનની સાથે ઘણા બંડલ બેનિફિટ્સ આપ્યા છે. આજે અમે તમને કંપનીના ધાંસૂ પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. જે ભરપૂર ડેટા અને અન્ય બેનિફિટ્સ યૂઝર માટે લઈને આવે છે. તેમાં ડેલી ડેટા તો છે સાથે ઓટીટી પર મનોરંજનનો વિકલ્પ પણ મળી જાય છે.
Jio લોન્ગ ટર્મ પ્લાનમાં એક પોપુલર પ્લાન ઓફર કરે છે. આ પ્લાન લાંબી વેલિડિટી, ડેલી બેસિસ પર ડેટા અને કોલિંગ બેનિફિટ આપે છે. તેને કંપનીની વેબસાઇટ કે MyJio App ના માધ્યમથી 2545 રૂપિયામાં એક્ટિવેટ કરાવી શકાય છે. તેમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. જો કુલ ડેટા જોઈએ તો તેમાં કંપની 540GB ડેટા આપી રહી છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ 64 Kbps સુધી રહી જાય છે. પરંતુ ઈન્ટરનેટ કનેક્શન યથાવત રહે છે. પ્લાનમાં ગ્રાહકોને Unlimited 5G ડેટા મળી રહ્યો છે. પરંતુ તે માટે યૂઝર્સની પાસે 5જી ફોન હોવો જરૂરી છે.
જિયોના 2545 રૂપિયાના પ્લાનમાં દરરોજ 100 SMS ફ્રી મળે છે. અનલિમિટેડ કોલિંહની સાથે તેનો સૌથી મોટો ફાયદો છે. 336 દિવસ સુધી યૂઝર લોકલ/એસટીડી કોલ્સ અસીમિત કરી શકો છો. જિયો આ પ્લાનમાં કોમ્પ્લિમેન્ટ્રી બેનિફિટ્સ પણ આપે છે. આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી ઓટીટી એપ્સ JioTV, JioCinema નું સબ્સક્રિપ્શન મળે છે. સાથે જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળે છે.
JioTV પર ટીવી શોનું કન્ટેન્ટ જોઈ શકાય છે. જો તમે ફિલ્મ જોવાના શોખીન છો તો તમે જિયોસિનેમાનો ઉપયોગ કરી શકો છો. જિયો સિનેમામાં તમને ફ્રી ક્રિકેટ મેચ પણ જોવા મળશે. મહત્વનું છે કે આ પ્લાનમાં કંપની જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપતી નથી. આ સિવાય જિયો ક્લાઉડમાં તમને સ્ટોરેજનો વિકલ્પ મળે છે. પ્લાનની વધુ જાણકારી માટે તમે જિયોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.