કેન્દ્ર સરકારની અગ્નિપથ સ્કીમના વિરોધમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણી જગ્યાએ તો આ પ્રદર્શનો ઉગ્ર થઈ ગયા. પોલીસ ઉગ્ર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. હવે આ યોજના પાછી લેવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી અને આ દરમિયાન રવિવારે ગૃહ મંત્રાલયે કહ્યું કે, રવિવારે અગ્નિપથ યોજના અને અગ્નિવીરો પર નકલી માહિતી ફેલાવવા માટે 35 વૉટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો અફવા ફેલાવવા અને વિરોધ પ્રદર્શન આયોજિત કરવાના આરોપમાં ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રએ વૉટ્સએપ ફેક્ટ ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો છે અને બિહાર જેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને વૉટ્સએપનો ઉપયોગ કરવાની જાણકારી વચ્ચે આ કાર્યવાહી થઈ છે, જ્યાં ટ્રેનના ડબ્બાને આગ લગાવવાની ઘટનાઓ જોવા મળી છે. 17 જૂનના રોજ બિહાર સરકારે રવિવાર સુધી 12 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓને બંધ કરતા કહ્યું હતું કે, જનતાને ઉશ્કેરવા અને જાન-માલને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અફવા ફેલાવવા માટે આપત્તિજનક સામગ્રી પ્રસારિત કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પટનામાં જિલ્લા પ્રશાસને એમ પણ કહ્યું કે, ધરપકડ થયેલા પ્રદર્શનકારીઓના મોબાઈલ ફોનથી એકત્ર કરવામાં આવેલી જાણકારી, કોચિંગ સેન્ટરોની ભૂમિકા તરફ ઈશારો કરે છે. તેલંગાણા પોલીસે આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસરાવપેટ શહેરમાં એક કોચિંગ સંસ્થાના માલિકની કથિત રીતે અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોને ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને કસ્ટડીમાં લેવામાં આવેલા સંસ્થાના મલિક અવુલ સુબ્બા રાવ પર હકીમપેટ આર્મી સોલ્જર્સ નામથી એક વૉટ્સએપ ગ્રુપ બનાવવાનો આરોપ છે, જેમાં સેનાના સેકડો ઉમેદવાર સામેલ હતા.
આ ગ્રુપ પર તેણે કથિત બધા સભ્યોને સંદેશ મોકલીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા કહ્યું હતું. વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે 4 વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર બળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાને પાછી લેવામાં નહીં આવે. તોડફોડ અને દંગો કરવાના મુદ્દા પર રક્ષા મંત્રાલયે કહ્યું કે, હિંસક વિરોધ પ્રદર્શન કરનારા ઉમેદવારોની ભરતી કરવામાં નહીં આવે.અને ઉમેદવારોએ એમ કહેતા એક લેખિતમાં શપથ આપવું પડશે કે તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી, જે પ્રતિજ્ઞાની ખરાઈ પોલીસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.