મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે અને જેમાં 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે. તથા નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે. તેમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમતોત્સવ યોજવામાં આવશે અને જેમાં મોટા શહેરોના પ્લે ગ્રાઉન્ડમાં નેશનલ ગેમ્સ રમાશે. તેમજ ગુજરાતનો પ્રસ્તાવ સ્વિકારવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IOAનો આભાર માન્યો છે.
આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં નિર્ધારિત 36મો રાષ્ટ્રીય રમતોત્સવ કોરોના વાઈરસના ફેલાવાને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો અને અગાઉ આ જાણકારી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રાએ આપી હતી.
20 ઓક્ટોબરથી 4 નવેંબર સુધી નિર્ધારિત રાષ્ટ્રીય રમતોત્સવ યોજવો પડશે. તે છતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં રમતોત્સવને મુલતવી રાખી દેવામાં આવ્યો હતો અને નેશનલ ગેમ્સ આયોજન સમિતિએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને રમતોત્સવને મોકૂફ રાખી દેવાનો નિર્ણય લીધો હતો, એમ તે સમયે ગોવાના સ્પોર્ટ્સ પ્રધાને કહ્યું હતુ.v
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.