જ્યોતિરાદિત્ય સિંધિયાએ આર્ટિકલ 370 બાદ હવે નાગરિકતા સંશોધન વિધેયક પર સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આ વિધેયક બંધારણની વિપરીત છે કે નહી તે અલગ વાત છે, પરંતું તેમાં ભારતની વસુધૈવ કુટુંબકમની વિચારધારા અને સભ્યતા છે. સિંધિયાએ ઈંદૌરમાં કહ્યું કે, ભાગલાં દેશોના આધાર પર તો પહેલાં પણ થયાં હતા, પરંતુ ધર્મના આધાર પર આ પહેલીવાર છે. હું માનું છું કે, આ બંધારણની વિપરીત છે પરંતું ભારતીય સંસ્કૃતિના આધાર પર છે. હવે રાજ્ય અને ધર્મના આધાર થઈ રહ્યાં છે.
તેમણે કહ્યું, હું માનું છું કે જે ભારતની વિચારધારા અને સભ્યતા છે કે દરેકને સાથે લઈને ચાલવું. આ અધ્યાદેશમાં પણ ધર્મ અને રાજ્યના આધારની વાત છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં લખ્યું છે કે, કોઈને જાતિ, ધર્મના દ્રષ્ટિકોણથી નહી જોવામાં આવે, માત્ર ભારતના નાગરિક તરીકે જોવામાં આવશે.
નોંધનીય છે કે, આ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયનું સિંધિયા સમર્થન કરી ચૂક્યા છે. જો કે, કોંગ્રેસ શરૂઆતથી આજ સુધી સરકારના આ પગલાંનો વિરોધ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.