370, રામ મંદિર, CAA…તમામ દાવાઓ વચ્ચે કેવી રીતે BJPને ઝારખંડમાં લાગ્યો મોટો ઝાટકો?

ઝારખંડ ચૂંટણીમાં બીજેપીની હાર પાર્ટી માટે એક મોટા ઝાટકા સમાન છે. પ્રદેશમાં મહાગઠબંધનની જીત બાદ હવે હેમંત સોરેન નવા સીએમ બનવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ રઘુબર દાસે પણ ઝારખંડ જનાદેશને સ્વીકારવાની વાત કહી છે. ત્યારે હવે બીજેપીએ એવા કારણો પર વિચાર કરવાની તૈયારી કરી છે જેના કારણે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ઝારખંડના ચૂંટણી પરિણામથી એકવાર ફરી એવું સાબિત થયું છે કે કેન્દ્રીય મુદ્દાઓ પર સ્થાનીય મુદ્દાઓ ભારે પડ્યા છે. ઝારખંડમાં ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનેક રેલીઓ કરી અને કેન્દ્ર સરકારીની ઉપલબ્ધિઓ અને રામ મંદિર જેવા મુદ્દાઓ પર વાત કરી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરી. જ્યારે બીજી તરફ વિપક્ષી દળ અને ગઠબંધને સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂક્યો. હવે ચૂંટણી પરિણામમાં એવું સાબિત થઈ રહ્યું છે કે કેન્દ્ર મુદ્દાઓ પર સ્થાનિક મુદ્દાઓ ભારે પડ્યા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની વોટિંગ એ સમય થઈ જ્યારે દેશની સંસદમાં નાગરિકતા સંશોધન બિલ(CAA) પાસ થયું હતું. ત્યારે બાદ દેશભરમાં CAA અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ(NRC) નો વિરોધ થયો. પશ્ચિમ બંગાળમાં પણ CAA અને NCRનો જોરદાર વિરોધ થયો. જેના કારણે બીજેપીને ઝારખંડ ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.