આરટીનવી બેંક ફ્રોડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, ભારતની 12 બેંકોના 20 હજાર કરોડ રૂપિયા ફસાયા છે. આ તમામ બેંકોમાં સૌથી વધારે ફ્રોડ એસબીઆઈ સાથે થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર એપ્રિલ 2020થી જૂન 2020 સુધીમાં એટલે કે 3 મહિનામાં જ 20 હજાર કરોડનું ફ્રોડ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં 1.85 લાખ કરોડનું ફ્રોડ થયું હતું. બેંક ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. SBIમાં 2050 કેસ સાથે 2,325.88 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે.
કઈ બેંકમાં કેટલી છેતરપિંડી ?
બેંક કેસ ઉચાપત(કરોડ)
કેનેરા બેંક 33 3,885.26
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 2050 2,325.88
બેંક ઓફ બરોડા 60 2,842.94
ઇન્ડિયન બેંક 45 1,469.79
ઇન્ડિયન ઓવરસીઝ બેંક 37 1,207.65
બેંક ઓફ મહારાષ્ટ્ર 9 1,140.37
પંજાબ નેશનલ બેંક 240 270.65
યુકો બેંક 130 831.35
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 149 655.84
પંજાબ એન્ડ સિંધ બેંક 18 163.3
યુનિયન બેંક 49 46.52
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.