3 મે બાદ સરકાર લોકડાઉન લંબાવવાના મૂડમાં નથી, અપાઈ શકે છે છુટછાટો

કોરોના વાયરસના દર્દીઓ રોજે રોજ વધી રહ્યા છે તેવામાં 3 મે બાદ પણ લોકડાઉન આગળ વધારાશે તેવો સવાલ ઘણા બધા લોકોના મોઢા પર છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે સરકાર 3 મેથી આગળ લોકડાઉન વધારવાના મૂડમાં નથી. લોકડાઉન ખતમ થઈ ગયા બાદનો પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સરકાર 3 મે બાદ ધીરે ધીરે લોકડાઉન હટાવવાના મૂડમાં છે.જેમાં કેટલીક શરતો સાથે છુટ આપવામાં આવશે. રેડ અને ઓરેન્જ ઝોનમાં કોઈ છુટ નહી મળે. કોરોનાના કેસ ઓછા થવાની સાથે સાથે જે છુટ અપાશે તેમાં વધારો પણ કરાશે.

સરકારની કંઈક આ પ્રકારની યોજના છે :

3  મે બાદ ટ્રેન અને હવાઈ સેવા કાર્યકત કરવી મુશ્કેલ, તેના પર કોઈ નિર્ણય હજી લેવાયો નથી.

ગ્રીન ઝોનમાં માત્ર શહેરની અંદર અવર જવરને મંજૂરી.

સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લાંબા સમય સુધી ફરજિયાત રખાશે. ઘરેથી નીકળતી વખતે માસ્ક ફરજિયાત

ઓફિસોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કામની મંજૂરી.

ભીડના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

લગ્ન અને બીજા સમારોહ તેમજ ધાર્મિક સ્થળોએ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.

લગ્નમાં કેટલા મહેમાન બોલાવવા તે અંગે કલેક્ટર પાસે પરવાનગી લેવી પડશે.

મુંબઈ, દિલ્હી, નોએડા અને ઈંદોરમાં ખાસ નજર રખાશે

15 મે સુધીની સ્થિતિના આધારે આગળની રણનીતિ તૈયાર કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.