3 મે સુધી લોકડાઉન યથાવત, PM મોદીએ દેશવાસીઓ પાસે આ સાત વાતો માટે સાથ માંગ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરતાં ફરી એકવખત લોકડાઉનને 3 મે સુધી વધારવાનો નિર્ણય જાહેર કર્યો. તેની સાથે જ તેમણે દેશવાસીઓને ખાસ અપીલ કરતાં કહ્યું કે મને 7 વાતોમાં તમારો સાથ જોઇએ છે. આ સપ્તપદી વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે. તો આવો અમે આપને જણાવીએ મોદીએ માંગેલા ‘સપ્તપદીના વચન’

1. ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખો, જેમને જૂની બીમારી હોય તેમની ખાસ કેર કરવી, તેમને કોરોનાથી ખાસ બચાવીને રાખવાના છે
2. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેસિંગનું સંપૂર્ણપણે પાલન કરો. ઘરે બનેલા ફેસ કવર કે માસ્કનો ચોક્કસ ઉપયોગ કરો
3. તમારી હ્યુમિનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો
4. કોરોના સંક્રમણને ફેલાવતું રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ચોક્કસ ડાઉનલોડ કરો અને બીજાને પણ 30 લોકોને ડાઉનલોડ કરવા પ્રેરિત કરો
5. જેટલું બની શકે એટલું ગરીબ પરિવારની દેખરેખ કરો, તેમના ભોજનની આવશ્યકતા પૂરી કરો
6. તમે તમારા વ્યવસાય, ઉદ્યોગ તમારી સાથે કામ કરતાં લોકો માટે સંવેદના રાખો. કોઇને નોકરીમાંથી ના નીકાળો
7. દેશના કોરોના યોદ્ધાઓ જેવાંકે ડૉકટર્સ, નર્સીસ , સફાઇકર્મી બધાનું સમ્માન અને ગૌરવ કરો

મોદીએ કહ્યું કે પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો. જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત કરો. આપણે બધા રાષ્ટ્રને જીવીત બનાવીએ રાખીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.