રાજકોટના એક વિસ્તારમાંથી બંધ મકાનનો કાયદો ઉઠાવી તસ્કરો સોનું અને રોકડ મળી કુલ ૪ લાખથી વધુની મત્તા ચોરી ગયા. જ્યારે બીજા બનાવમાં કારખાનામાં રાખેલ ટેબલ તોડી મોબાઈલની ચોરી કરી
News Detail
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો ખરીદી અને રાજાના મૂડમાં છે. લોકો બહાર હરવા ફરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે બીજી બાજુ ચોરો અને તસ્કરોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ ચોરીઓ થયા લાગી છે. રાજકોટના એક વિસ્તારમાંથી બંધ મકાનનો કાયદો ઉઠાવી તસ્કરો સોનું અને રોકડ મળી કુલ ૪ લાખથી વધુની મત્તા ચોરી ગયા. જ્યારે બીજા બનાવમાં કારખાનામાં રાખેલ ટેબલ તોડી મોબાઈલની ચોઈ કરી પ્રથમ બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલ રવિ પાર્ક-1 માં રહેતા રવિભાઇ હસમુખભાઇ ભાલાણીએ પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પત્ની અને પુત્ર સાથે ગત તા. 16 ના તેના મમ્મીના ઘરે ઢેબર કોલોનીમાં ગયા હતા ત્યારે પાછળથી તેના બંધ મકાનમાં તસ્કરો ત્રાકયા હતા. અને તેના ઘરમાં રહેલ 7 હજાર રૂપિયા રોકડ અને 13 તોલા સોનાના દાગીનાની ચોરી કરી નાશી ગયા હતા.જેની ફરીયાદ તેને યુનિવર્સિટી પોલીસમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મવડી ચોકડીમાં રહેતા જિગ્નેશભાઇ દુધાતે પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓનું કોઠારીયા રોડ પર આવેલ કારખાનામાં રાત્રીના સમયે મનદીપ અને શ્યામ કુમારએ વંડી ટપી અંદર ધુસી ટેબલમા રાખેલા રોકડ રૂ. પ હજાર અને મોબાઇલ મળી કુલ રૂ. 13 હજારની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ આજી ડેમ પોલીસમાં નોંધાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.