કોલંબિયામાં એક આચાર્યચકિત ઘટના સામે આવી છે. વાત એમ છે કે, કોઈપણ ખતરનાક અકસ્માતમાં, સૌથી વધુ અસર બાળકોને થાય છે. અકસ્માતમાં બાળકોનું બચવું કોઈ ચમત્કારથી કમ નથી. તે પણ અકસ્માતના 40 દિવસ બાદ બાળકો જીવિત હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ હકીકતમા 1 મેના રોજ 7 મુસાફરો સાથેનું સેસના 206 એરક્રાફ્ટ કોલંબિયાના એરસ્પેસમાં ક્રેશ થયું હતું અને અમેઝોનના જંગલોમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સાથે અન્ય 3 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ ચાર બાળકો લાપતા હતા.
એક ન્યૂઝ એજન્સી દ્વારા પ્લેન ક્રેશ થયા પછી સેનાના જવાનોએ બાળકોની શોધમાં અઠવાડિયા સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. હવે એમેઝોનના ગાઢ જંગલોમાં પ્લેન ક્રેશના 40 દિવસ પછી ચારેય બાળકો જીવિત મળી આવ્યા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે, આ બાળકોને કોલંબિયાના કેક્વેટા અને ગુવિયર સ્થળના વચ્ચે ફેલાયેલા એમેઝોનના જંગલોમાં જીવતા બચાવી લેવામાં આવ્યા છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ટ્વિટર પર તેમણે લખ્યું, આખા દેશ માટે આનંદ! કોલંબિયાના જંગલોમાં 40 દિવસ પહેલા લાપતા થયેલા 4 બાળકો જીવિત મળી આવ્યા છે. તેમના ટ્વીટમાં ઘણા મોટી ઉંમરના લોકોની તસવીર સામેલ છે. તેમાંથી કેટલાક લશ્કરી કપડાં પહેરેલા છે, જેઓ ગાઢ જંગલોની વચ્ચે તાડપત્રી પર બેસીને બાળકોની સંભાળ લેતા જોવા મળે છે. તે સૈન્ય બચાવ ટીમનો જ સભ્ય છે. પરંતુ પ્રશ્ન એ છે કે નાના બાળકો 40 દિવસ સુધી જીવિત કેવી રીતે રહ્યા હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.