જામનગરના 4 ડેમ ઓવરફ્લો , નીચાણવાળા ગામોને સાવચેત રહેવાની અપાઈ ચેતવણી..

મધ્ય રાત્રે થી સવાર સુધીમાં જામનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. સવારથી બે તાલુકામાં વરસાદ નોંધાયો છે કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જામજોધપુર તાલુકામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

જામનગર જિલ્લામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૧૨૫ ટકા વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે જામનગર ના ડેમો જામજોધપુર તાલુકાના મેલાણા ગામનો વેણુ વનાણા ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના મેલાણા, કડબાલ કોટડા બાવીસી,ગીન્ગણી,સીદસરનાં ગ્રામજનોને નદીનાં પટ્ટમાં અવર જવર નહીં કરવા તંત્ર દ્નારા તાકીદ કરાઈ છે.

ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ – ૨ ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારીત સપાટીએ ભરાઈ ગયો છે. જેથી ડેમમાં ૫ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેથી ડેમ હેઠવાસનાં માજોઠ, આણંદા,બાદનપર,ભાદરા ,ગ્રામજનોને નદીનાં પટ્ટમાં અવર જવર નહીં કરવા તંત્ર દ્નારા તાકીદ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.