સુરતા મેટ્રો રેલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા 50 કરોડ ના TBM મશીન સુરત આવી પહોંચ્યા છે અને હાલ સુરતના અત્યંત મહત્વાકાંક્ષી મનાતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. મેટ્રોના પ્રથમ ફેઝમાં સરથાણાથી ડ્રીમસીટીના રૂટ પર સીવીલ વર્ક ચાલુ કરી દેવાયું છે. હાલ ખજોદ ડ્રીમસીટીથી નાનપુરા કાદરશાની નાળ સુધીના મેટ્રોની કામગીરી હાથ ધરાઇ છે અને સાથે જ 16 નેટવર્ક સ્ટેશને અન્ડરગ્રાઉન્ડ તેમજ અન્ય વિસ્તારમાં એલીવેટેડ રૂટ પર મેટ્રો માટે કન્સટ્રક્શન વર્ક શરૂ કરી દેવાયું છે.
આ અંગે સુરત મહાનગર પાલિકા કમિશનર બંછા નિધિ પાનીએ મેટ્રો રેલને લઈ જણાવ્યું હતું કે મેટ્રો રેલની કામગીરી તેજ કરાઈ છે અને અગિયાર કિલોમીટરના એલિવેટરની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. આ સાથે સાથે છ કિલોમીટરના અંદરગ્રાઉન્ડ કામગીરી માટે ચાર ટર્મિનલ બોરિંગ ટીબીએમ મશીન સુરત આવી પહોંચ્યા છે. જો કે વરસાદ પછી મશીન થકી મેટ્રોની કામગીરી શરૂ કરાશે. હાલ ટેકનિકલ કામોની ઝડપ વધારી દેવાઈ છે અને તેની શરૂઆતમાં જ પિયરસના કામ અલગ અલગ સ્થળો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સ્ટેશન, ડેપો જેવા સ્થળો હાલ મેટ્રોની ટેકનિકલ કામગીરી ચલી રહી છે.
વધુમાં તેમણે અંદર ગ્રાઉન્ડ મૂકેલા મશીનની માહિતી આપતા કહ્યું હતુ મશીનની કિંમત અંદાજે 50 કરોડ છે. એના થકી અંદરગ્રાઉન્ડમાં કામગીરી કરાશે અને જ્યાં કોઈ વ્યક્તિ ન જઈ શકે ત્યાં આ મશીન પહોંચશે. જો ભૂલે ચૂકે કોઈ કામદાર અંદર જાય તો તેનો જીવ ગુમાંવવાનો વારો આવી શકે છે. આથી તે કામ મશીન થકી કરાશે અને હાલ શહેરમાં 16 જેટલા સ્ટેશન અને નેટવર્ક ઉપર કામગીરી ચાલુ છે. અને સુરતમાં આવા ચાર મશીન મૂકવામાં આવ્યા છે. હાલ સુરતને મેટ્રો સમયસર મળી રહે એ દિશામાં તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.