રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં શરદીનો ચેપ વહાલસોયાને લાગે નહીં એટલે જનેતાએ રાત્રે 40 દિવસના પોતાના પુત્રને પડખાથી નીચે બાજુમાં સુવડાવ્યો હતો અને પોતે શરદીની દવા પીને સૂઇ ગઇ હતી એ માતાને ક્યાં ખબર હતી કે જેને પોતાનાથી એક સેકન્ડ માટે દૂર નથી કર્યો તે પુત્ર પોતાના જ ભારથી દબાઇને હંમેશા માટે વિદાય લઇ લેશે આ કમનસીબ ઘટના શહેરના નીલકંઠ પાર્કમાં બની હતી.
જે બાદ તરત જ દીકરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મૃત્યું નીપજ્યું હતુ. આ સાંભળતાની સાથે જ પરિવારમાં ભારે આઘાત વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, રવિભાઇ પૂઠા બનાવવાનું કારખાનું ધરાવે છે. અને 40 દિવસ પહેલા જ દીકરાના જન્મના કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો જે માતમમાં છવાઇ ગયો હતો.
શનિવારે રાત્રે કાજલબેને શરદીની દવા પીધી હતી, અને પુત્રને શરદીનો ચેપ લાગે નહીં તે માટે તેને પોતાની બાજુમાં સુવડાવવાને બદલે કાજલબેને થોડે નીચે કમર પાસે સુવડાવ્યો હતો, અને કાજલબેન તથા તેનો પુત્ર વેદ સૂઇ ગયા હતા. રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં રવિભાઇ જાગ્યા હતા ત્યારે પત્ની પાસે સૂતેલા પુત્રની સ્થિતિ જોઇને તે સ્તબ્ધ થઇ ગયા હતા.અને પુત્ર વેદ તેની માતા કાજલબેનના પગ નીચે દબાયેલો જોવા મળ્યો હતો, રવિભાઇએ તાકીદે પત્નીને ઉઠાડી પુત્રને બહાર કાઢ્યો હતો પરંતુ તે બેભાન થઇ ગયો હતો, પુત્રને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. એકના એક પુત્રનાં મોતથી માતા પિતાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.