ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે હાઇકોર્ટ સ્ટાફના 40થી વધુ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે સરકારી વકીલોની કચેરીમાં પણ 3 વકીલ કોરોના પોઝિટિવ આવ્યા છે અને અમદાવાદ સિવિલના 9 ડોક્ટર સહિત 10 કોરોના પોઝિટિવ આવ્યા છે રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે અને કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે નવાં નિયંત્રણો જાહેર કરવાને લઈ 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી
આ બેઠક બાદ કોરોનાને લગતા નવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે તેમજ સરકારે ત્રીજી લહેર માટે 20 નવાં નિયંત્રણો મૂક્યાં છે અને જેમાં રાત્રિ કર્ફ્યૂવાળાં 10 શહેરમાં ત્રણ નિયંત્રણ જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય 17 નિયંત્રણ છે 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દુકાનો લારી ગલ્લાઓ હોટલ અને રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય સામાજિક કાર્યક્રમો લગ્ન પ્રસંગ અંતિમક્રિયા દફનવિધિ પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ સિનેમા હોલ જિમ વોટરપાર્ક સ્વિમિંગ પૂલ લાઇબ્રેરી ઓડિટોરિયમ મનોરંજક સ્થળો જાહેર બાગ બગીચાઓ ધોરણ 9થી ગ્રેજ્યુએટ સુધીનાં કોચિંગ સેન્ટરો શૈક્ષણિક સંસ્થાઓ શાળા કોલેજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં નિયંત્રણો લાદ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.