ચેકીંગ દરમ્યાન એક કારખાનેદાર ને તેની ગાડીમાં ૪૦ લાખ રોકડ રકમ સાથે પકડી પાડયો હતો. અને પૂછપરછ આદરી હતી
News Detail
રાજકોટમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ અને અન્ય કર્મચારી દ્વારા કંઈ ખોટું ન થાય તે માટે સતત ચેકીંગ ચાલુ છે. રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચેકીંગ દરમ્યાન એક કારખાનેદાર ને તેની ગાડીમાં ૪૦ લાખ રોકડ રકમ સાથે પકડી પાડયો હતો. અને પૂછપરછ આદરી હતી રાજકોટના દક્ષિણ વિસ્તારમાં ૪૦ લાખની રોકડ સાથે એક કારખાનેદારની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોચ્ર્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ કરવામાં આવતા કારખાનેદારને ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન ૪૦ લાખની રોકડ સાથે તેની અટકાયત કરવામાં આવી હતી . હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અટકાવવામાં આવેલા કારખાનેદાર અંગેની જે વાત સામે આવ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે. અટકાવવામાં આવેલી રોકડ બાદ આવકવેરા વિભાગ દ્વારા દરેક દસ્તાવેજો હાલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અરે આવનારા સમયમાં સાચી હકીકત શું છે તે આવકવેરા વિભાગની ટીમની તપાસ બાદ જ ખ્યાલ આવશે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે દરેક સેન્ટ્રલ એજન્સી અને સરકારી તંત્ર હાલ આચારસહિતાના ચુસ્ત પાલન કરાવવા માટે મહેનત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.