- IPL 2024, MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને લોકો ધોનીથી ઓળખે છે તે ખેલાડી અને ટીમ બન્ને માટે બહુ જ મોટી વાત છે. ધોની હવે આ સિઝનમાં કોઈ મોટો નિર્ણય લે છે કે કેમ તેને લઈને ફેન્સને ઘણાં સવાલો છે, આવામાં ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા છે. હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.
- અમદાવાદઃ પાછલી સિઝન જ્યારે પૂર્ણ થઈ ત્યારે લોકોના મનમાં ધોનીની ટીમ ગજબનું પ્રદર્શન કરી રહી હતી ત્યારે લોકોના મનમાં એક સવાલ હતો કે શું 2024ની સિઝન ધોની રમશે કે નહીં, પરંતુ ધોનીએ તે વખતે પોતાની સાથે 9 મહિના જેટલો સમય હોવાની વાત કરી હતી, જેમાં તેણે પોતે મહેનત કરીને વધુ એક સિઝન રમવા માગે છે તેવી વાત કરી હતી. પરંતુ હવે જ્યારે ધોનીએ આ વખતે સિઝન શરુ થવાની થોડી ક્ષણો પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડવાની વાત કરી છે ત્યારે લોકોના મનમાં ફરી ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. આવામાં ધોની સિઝનમાં જાણે એક સંકેત લઈને ઉતર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
- જ્યારે ધોનીએ વનડે ટીમમાં એન્ટ્રી કરી અને પાકિસ્તાનમાં સીરિઝ રમાઈ ત્યારે તેની તાકાત અને બેટિંગ સ્ટાઈલની સાથે ધોનીની હેરસ્ટાઈલની પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. ધોની આઈપીએલમાં નવી નવી હેરસ્ટાઈલ સાથે જોવા મળ્યો છે ત્યારે તેનું ક્રિકેટમાં આગમન થયું ત્યારે જે લાંબા વાળ હતા તેની આસપાસની હેર સ્ટાઈલ આ સિઝનમાં જોવા મળી રહી
- આવામાં એવા સંકેત મળી રહ્યા છે કે ધોનીએ જે રીતે ક્રિકેટની દુનિયામાં એન્ટ્રી કરી હતી તે જ સ્ટાઈલમાં તે વિદાય લેવા જઈ રહ્યો છે. ધોનીએ છેલ્લે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં T20 વર્લ્ડકપમાં રમતો જોવા મળ્યો હતો. આ પછી તેણે પોતાની સ્ટાઈલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
- હવે આ વખતે પણ ધોનીએ અંતિમ ઘડીએ કેપ્ટનશીપ છોડીને પોતાના ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દેતા હવે ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. હવે શું આ ધોનીની અંતિમ આઈપીએલ સિઝન છે કે શું તેને લઈને પણ લોકોને ઘણાં સવાલો થઈ રહ્યા છે.
- પાછલી સિઝનના અંતમાં નિવૃત્તિ અંગેના સવાલ પર ધોનીએ કહ્યું હતું કે, હું આગામી 9 મહિના વધુ મહેનત કરવા માગું છું કે જેથી કરીને ઓછામાં ઓછી હું વધુ એક IPLની સિઝનમાં રમી શકું. જોકે, આ બધું શરીર પર નિર્ભર છે, મારી પાસે નિર્ણય લેવા માટે 6-7 મહિનાનો સમય છે
- એક સ્પોર્ટ્સ પર્સનના ફેન્સ કાયમ એવું ઈચ્છતા હોય છે કે તેમનો ગમતો ખેલાડી કાયમ રમતો રહે અને તેઓ જોતા રહે.. પરંતુ ક્રિકેટ સહિતની વિવિધ રમતોમાં ફિટનેસ પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે, માટે ધોની આ સિઝનમાં પોતાના મનમાં શું છે તે ફેન્સ સમક્ષ રજૂ કરી શકે છે
- ચેન્નાઈ સુપર કિંગ્સ પાછલા સિઝનમાં ગુજરાત ટાઈટન્સને પછાડીને ચેમ્પિયન બન્યું હતું. આ સિઝન દરમિયાન ધોનીએ 16 મેચ રમીને 104 રન બનાવ્યા હતા. જેમાં હાઈએસ્ટ સ્કોર 32* રનનો હતો. ધોનીએ IPLની 15 સિઝનમાં 250 મેચ રમીને 39.09ની એવરેજ સાથે 5082 રન બનાવ્યા છે. જેમાં 239 છગ્ગા અને 349 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ધોનીએ આઈપીએલની કરિયરમાં 25 અડધી સદી ફટકારી છે અને હાઈએસ્ટ સ્કોર 84* રનનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.