મુંબઈમાં રણજી ટ્રોફીની 48મી ફાઈનલ છે, જેમાં તે ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવ અને ઈંગ્
વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં રમી રહેલા સરફરાઝ ખાન જોવા મળશે.ઉમેશ યાદવ નવા બોલથી મુંબઈના બેટ્સમેનો સામે પડકાર ફેંકી શકે છે
અજિકય રહાણે જેવા કુશલ કેપ્ટનના નેતૃત્વમાં મુંબઈની ટીમ રવિવારથી શરુ થનાર રણજી ટ્રોફી ફાઈનલમાં વિદર્ભની મોટી ટક્કર મળશે. મુંબઈની નજર 42મો ખિતાબ જીતવા પર છે. રહાણેની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી પરંતુ હાલમાં તે રાષ્ટ્રીય ટીમમાંથી બહાર છે અને ડોમેસ્ટ્રિક સ્તર પર પ્રદર્શન સારું કરી શક્યો નથી. રહાણે રણજી ટ્રોફીની વર્તમાન સીઝમાં અત્યારસુધી 13.4ની સરેરાશથી માત્ર 134 રન બનાવ્યા છે.
મુશીર ખાન શાનદાર ફોર્મમાં
મુંબઈની રણજી ટ્રોફીમાં આ 48મી ફાઈનલ છે. મુંબઈને 2 વખતની ચેમ્પિયન વિદ્રભ સામે મોટી ટક્કર મળવાની સંભાવના છે. જેની ટીમે મહત્વપુર્ણ તબક્કે સારું પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં 150થી વધુ વિકેટ લેનાર ઉમેશ યાદવ નવા બોલથી મુંબઈના બેટ્સમેનો સામે પડકાર ફેંકી શકે છે.ભારતની અંડર-19 ટીમના બેટ્સમેન મુશીર ખાન શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્રભના બોલરો માટે મુંબઈના બેટ્સમેનો મુશ્કેલીમાં જોવા મળશે. જ્યાં સુધી વિદર્ભનો સવાલ છે. તો ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે પછી બેટિંગ હોય કે, બોલિંગ,
અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શો, ભૂપેન લાલવાણી, અમોઘ ભટકલ, શ્રેયસ અય્યર, મુશીર ખાન, હાર્દિક તામોર (વિકેટકીપર), પ્રસાદ પવાર (વિકેટકીપર), તનુષ કોટિયન, શમ્સ મુલાની, અથર્વ અંકોલેકર, તુર્દુલેશ, દે તુલેશ. મોહિત અવસ્થી, રોયસ્ટન ડાયસ, ધવલ કુલકર્ણી.
વિદર્ભ : અક્ષય વાડકર (કેપ્ટન અને વિકેટકીપર), અથર્વ તાયડે, ધ્રુવ શોરે, કરુણ નાયર, યશ રાઠોડ, મોહિત કાલે, હર્ષ દુબે, લલિત યાદવ, આદિત્ય સરવતે (વાઈસ-કેપ્ટન), યશ ઠાકુર, આદિત્ય ઠાકરે, દર્શન નલકાંડે, આદિત્ય ઠાકરે. (વિકેટકીપર), અક્ષય વખારે, અમન મોખંડે, ઉમેશ યાદવ, ડેનિશ માલેવાર, મંદાર મહાલે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.