45 મોત ના જવાબદાર કોણ? રાજકીય પક્ષો એક બીજા પર ફોડી રહ્યાં છે ઠીકરા

દિલ્હીનાં અનાજ મંડી વિસ્તારમાં રવિવારે સોમવારે લાગેલી ભયાનક આગમાં 43 લોકોનાં મોતથી ભલે આખો દેશ સ્તબ્ધ છે.પરંતું રાજકીય પાર્ટીઓ આ મુદ્દે એકબીજા પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે.

કોંગ્રેસ અને બિજેપી આ મામલે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠરાવી રહ્યા છે.જો કે આપ આ માટે નગર નિગમને જવાબદાર ઠરાવે છે.અત્રે ઉલ્લેખનિય છે કે નગર નિગમ પર બિજેપીનો કબજો છે.

દિલ્હી બીજેપીનાં પ્રદેશ પ્રમુખ મનોજ તેવારી અને કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદિપ પુરી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.તિવારીએ કહ્યું કે આ વિસ્તારમાં વિજળીનાં તાર લટકી રહ્યા છે.

પરંતું અસંખ્ય ફરીયાદો બાદ પણ સરકારી એજન્સીઓએ કોઇ કાર્યવાહી કરી નથી,કોંગ્રેસએ આ ઘટના માટે આમ આદમી પાર્ટીની સરકાર અને ભાજપનાં નેતૃત્વવાળી નગર નિગમને જવાબદાર ઠરાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.