અમદાવાદનાં 450 કરોડનાં રોડ કૌભાંડમાં વિજિલન્સની તપાસ પુરી થઈ ગઈ છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિતા 84 કસુરવારોને નોટિસ ફટાકાઈ હતી. જોકે વિજિલન્સની તપાસમાં માત્ર 39 નાના અધિકારીઓને જ દંડ કરવામાં આવ્યો છે. વિજિલન્સની આ તપાસ શંકા ઉપજાવે તેવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
બે વર્ષ પહેલાં શહેરનાં રોડ તુટી ગયા હોવાને કારણે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ઈજનેરો દ્વારા 450 કરોડનું રોડ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. લોકોએ પણ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. ન્યાયાધીશોની ટકોર બાદ કોર્પોરેશને એક્શન લીધા હતાં. આ કૌભાંડમાં તંત્રની પ્રાથમિક વિજિલન્સ તપાસ હેઠળ કુલ 78થી વધુ રોડમાં ડામર ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું.
ઈજનેર વિભાગનાં ૭ ઉચ્ચ અધિકારી સહિતનાં કુલ ૮૪ કસુરવારને નોટિસ અપાઈ હતી. રાજ્યભરમાં ગાજેલાં આ રોડ કૌભાંડ મામલે સત્તાવાળાઓની વિજિલન્સ તપાસ પૂરી થઈ હોય થોડા દિવસો પહેલાં કેટલાક નાના અધિકારીઓને દંડિત કરાયાં છે. પરંતુ જે પ્રકારે દોષિતોને શિક્ષા કરાઈ રહી છે. તેને જોતાં કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોવાની વ્યાપક ચર્ચા ઊઠી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.