રશિયા સાથે 48 Mi17V5 હેલિકોપ્ટરનો સોદો થયો રદ,જાણો શુ છે કારણ.??

સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે, IAF એ રશિયા પાસેથી 48 Mi17V5 હેલિકોપ્ટર માટેનો સોદો રદ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે 10 વર્ષ પહેલા રશિયા સાથે 80 હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો હતો અને જે અલગ-અલગ કન્સાઈનમેન્ટમાં સપ્લાય કરવાના હતા. 48 હેલિકોપ્ટર હજુ ડિલિવરી કરવાના હતા, પરંતુ IAF એ સોદો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર એરફોર્સ હવે દેશમાં બનેલા હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે.અને સોદો રદ કરવાનો નિર્ણય રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલા લેવામાં આવ્યો હતો. Mi-17V5 અને Mi-17 હેલિકોપ્ટર ચલાવતા મુખ્ય દેશોમાં સામેલ છે.

આ હેલિકોપ્ટરનો ઉપયોગ દેશભરમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત વીવીઆઈપી હસ્તીઓની અવરજવર માટે પણ થાય છે. એટલું જ નહીં, આ હેલિકોપ્ટરનો સિયાચીન અને પૂર્વ લદ્દાખમાં વધુ ઉપયોગ થાય છે.અને તે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.