રાજ્યમાં લીલા દુષ્કાળની સર્જાયેલી સ્થિતીને લીધે હવે ને તંત્ર પણ ચિંતિત બન્યુ છે. આજે વેધર વોચ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ચીફ સેક્રેટરી તથા મહેસુલ અગ્ર સચિવ પણ હાજર રહેશે. રાજ્યમાં હાલની વરસાદની સ્થિતી અંગે કરાશે સમીક્ષા સરકાર દ્વારા છેલ્લાં 30 વર્ષમાં થયેલા વરસાદની આંકડાકીય વિગતો મંગાવાઈ છે. ડેટાના આધારે આ વરસે કેટલો વધુ પ્રમાણમાં વરસાદ થયો તેને જે તે સમયે થયેલી અતિવૃષ્ટી સાથે સરખાવામાં આવશે. આ સાથે જ ભૂતકાળમાં થયેલી અતિવૃષ્ટિ સમયે તંત્રએ હાથ ધરેલા આયોજનો અંગે ચર્ચા કરાશે.
સતત વરસાદને પગલે લીલા દુષ્કાળની ભીતિ જોવા મળી રહી છે. સરકારે વીમા કંપની દ્વારા સર્વેની વાત કરી ખેડૂતોને હૈયાધારણા આપી છે. પરંતુ વીમા કંપનીઓ ટોલ ફ્રી નંબર પર આવતા ફોન ઉપડતી જ નથી ત્યારે ખેતીમાં થયેલા નુકસાનની વાત ક્યાં કરવી તે જ ખેડૂતોને સમજાતું નથી. ત્યારે સરકારે માત્ર ઠાલા વચનો નહીં પણ વીમા કંપની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરે તેવી માગ ખેડૂતો આગેવાનો કરી રહ્યાં છે
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતર નદી-તળાવમાં ફેરવાઇ ગયા છે અને પાક બગડી રહ્યો છે. કંપનીઓ દાવા કરે છે કે 48 કલાકમાં ખેડૂતો જાણ કરે અને નુકસાન માટે અરજી કરે. પરંતુ આ ટોલ ફ્રી નંબર્સ કોઇ ઉપાડતુ જ નથી. ત્યારે 4 કલાકની જોગવાઇનું પાલન કેવી રીતે કરવું તે પ્રશ્ન ખેડૂતો કરી રહ્યાં છે. રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી અને ખેડા એમ 11 જિલ્લાના ખેડૂતો માટે કામ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને સોંપાયા છે. જેના ટોલ ફ્રિ નમ્બર : +91 1800 3002 છે તેના પર ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.