અમદાવાદ શહેર જ નહીં પરંતુ સમગ્ર દેશને 26 જુલાઈ, 2008ના દિવસે આંચકો આપનારી શ્રેણીબદ્ધ 20 બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં 49 દોષિતોને આજે સજા અંગે બ્લાસ્ટ કેસના ખાસ જજ એ.આર.પટેલ ચુકાદો જાહેર કરશે. અને ભદ્ર કોર્ટ સંકુલ તથા સાબરમતી જેલમાં સઘન પોલીસ ફોર્સ ગોઠવવામાં આવશે.
આ ઉપરાંત કોર્ટ સંકુલમાં વકીલ સિવાય કોઈને પ્રવેશ મળશે નહીં. બ્લાસ્ટ કેસમાં દોષિત 49 લોકોને સજાનો ચુકાદો હોવાના પગલે કાંરજ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં તથા શહેર પોલીસ દ્વારા સારબમતી જેલમાં પણ બ્લાસ્ટના આરોપીઓને જે બેરેકમાં રાખવામાં આવ્યા છે ત્યા જેલની સુરક્ષાનું 17મીને ગુરુવારના રોજ નિરીક્ષણ કર્યુ હતુ. અને જયારે 18મીના રોજ કારંજ પોલીસને સેશન્સ કોર્ટમાં તથા એટીએસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બંદોબસ્તમાં હાજર રહેવાના હોવાનું જાણવા મળે છે.
આ સુનાવણી દરમિયાન ખાસ સીનીયર સરકારી વકીલ એચ.એમ.ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટે સરકાર તરફ્થી એવી રજૂઆત કરી હતી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે અને જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફ્રન્સ આપવામાં આવ્યો હતો.અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. બીજી તરફ આ કેસમાં આજે બચાવ પક્ષના વકીલોની દલીલો કોર્ટે સાંભળી હતી. સમગ્ર દેશને હચમચાવી દેનારા 26મી જુલાઈ, 2008ના દિવસે શહેરમાં 20 સ્થળોએ ગણતરીની મિનિટોના જ અંતરે જીવલેણ બોમ્બ બ્લાસ્ટ થયેલા. જેમાં 58ના મોત થયેલા, 244ને ઈજા પહોંચી હતી.
બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા 49 આરોપીઓને ચુકાદાની નકલ અપાશે અને એક આરોપીને આશરે 6900 પાનાના ચુકાદાની નકલ અપાશે. એટલે કે, 49 આરોપીઓને કુલ 3,38,100 પાનાની ચુકાદાની નકલ અપાશે. આમ તપાસનીશ એજન્સી દ્વારા કુલ 547 ચાર્જશીટ દાખલ કરાયા છે, જેમાં એક ચાર્જશીટમાં 7000 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે ચાર્જશીટમાં કુલ 38,29,000 લાખ પેજ વપરાયા હતા. આમ અત્યાર સુધી 50,00,000 પાનાનો ઉપયોગ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.