હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓને આજે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતાં. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સાયબરાબાદના કમિશ્નર વીસી સજ્જનારે એન્કાઉન્ટ વાળી જગ્યા પરથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જાણકારી આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયારો આંચકીને નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર અધીકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી, પણ તેને આરોપીએ નજરઅંદાજ કરી હતી. ત્યાર બાદ પોલીસે મજબુરીવર આ એન્કાઉન્ટર કરવુ પડ્યું હતું. આ એન્કાઉન્ટરમાં 2 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે અમે વૈજ્ઞાનિક ઢબે તેની તપાસ કરી હતી અને ત્યાર બાદ જ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પર્યાપ્ત પુરાવાઓના આધારે ધરપકડ કરવામાં આવી અને તેને અંતર્ગત જ કોર્ટે તમામને 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં. 4 અને 5 ડિસેમ્બરે આરોપીઓની પુછપરછ કરવામાં આવી. આજે સવારે સીન રીક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈને ગયા હતાં. જ્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસના હથિયારો છીનવ્યા હતાં. આરોપીઓએ લાઠી અને પથ્થરવડે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને નાસી છુટવાનો પ્રયાસ કર્યો. 2 આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના 5.45 થી 6.15 વાગ્યાની વચ્ચે ઘટી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.