ઇસરી આરોગ્ય કેન્દ્ર ઇન્ડોર દર્દીઓને કે પછી આઉટ ડોર દર્દીઓને બોટલ ચઢાવવાની જરૂર પડે તો દર્દીઓને ઇન્ફ્યૂઝન સેટનો જથ્થો ન હોવાથી દર્દીઓને બહાર ખાનગી મેડિકલમાં ધકેલવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે.
News Detail
ઇસરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સમગ્ર પંથકના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સારવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યું છે ઇસરી આરોગ્ય કેન્દ્ર ઇન્ડોર દર્દીઓને કે પછી આઉટ ડોર દર્દીઓને બોટલ ચઢાવવાની જરૂર પડે તો દર્દીઓને ઇન્ફ્યૂઝન સેટનો જથ્થો ન હોવાથી દર્દીઓને બહાર ખાનગી મેડિકલમાં ધકેલવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસરી આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સારવાર માટે આવતા દર્દી કે દર્દીના સગાને આઈવી સેટ લઇ આવો પછી જ બોટલ ચઢાવવા આવશે તેમ કહેવામા આવતાં દર્દીઓ અને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે આ અંગે જવાબદાર તબીબ અને આરોગ્યકર્મીઓ સ્ટોક ન હોવાનું રટણ કરી રહ્યા છે અને આ અંગે જીલ્લા આરોગ્ય કેન્દ્રમાં લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું
ઇસરી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે પહોંચતા દર્દીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રમાંથી ઇંજેક્શન, દવા અને ગ્લુકોઝની બોટલ આપવામાં આવે છે પરંતુ બોટલ ચઢાવવા માટે નળી આપવામાં આવતી ન હોવાથી ગરીબ દર્દીઓએ મજબુરી વશ ખાનગી હોસ્પિટાલમાંથી આઈ વી સેટ લાવવા પડી રહી છે ત્યારે શું સરકારી આરોગ્ય કેન્દ્ર દર્દીઓ ને જાતે પૈસા ખર્ચવા બનાવવામાં આવ્યાં છે કે પછી વિકાસ માટે..? આરોગ્ય તંત્ર ઇસરી આરોગ્ય કેન્દ્રમાં આઇવીસેટનો સ્ટોક ઉપલબ્ધ કરાવે તેવી માંગ પ્રબળ બની છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.