ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં રેતી ભરેલી ટ્રક પલતી જતા 2 બાળકો સહિત 5 લોકોના મોત..

અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી રેતી હટાવી કારને બહાર કાઢી હતી. કારમાં કુલ 6 લોકો હતા જેમાંથી માત્ર 1 જ બચ્યો છે અને પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માત રાયબરેલીના ભદોખર પોલીસ સ્ટેશનના કુચરિયા ભવ પાસે પ્રયાગરાજ તરફ જતા હાઈવે પર થયો હતો અને સામાજિક કાર્યકર મહેન્દ્ર અગ્રવાલનો પુત્ર રાકેશ અગ્રવાલ (45 વર્ષ), પત્ની સોનમ અગ્રવાલ (35 વર્ષ) અને પુત્ર આદિત્ય (11 વર્ષ) આ વિસ્તારના બાબા ઢાબા પર ભોજન લેવા ગયા હતા. તેમની સાથે રચિત અગ્રવાલની પત્ની રૂચિકા (35 વર્ષ) અને તેમના બે બાળકો રાયસા (9 વર્ષ) અને રેયાન (6 વર્ષ) હતા અને રાત્રે, તે તેમની કારમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારે મુન્શીગંજ નજીક તેની કાર પર રેતીથી ભરેલું ડમ્પર પલટી ગયું હતું.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર પર પડેલા ડમ્પરને હટાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ઘટના અંગે માહિતી આપતા રાયબરેલીના ચીફ મેડિકલ ઓફિસર જણાવ્યું હતું કે કાર પર ટ્રક પલટી જવાને કારણે આ અકસ્માત થયો હતો અને તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 5 લોકોના મૃત્યુ પામ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે

તમને જણાવી દઈએ કે રાયબરેલીમાં મંગળવારના દિવસે બજાર ધંધા માટે બંધ રહે છે અને આવી સ્થિતિમાં જિલ્લાનો વેપારી વર્ગ સામાન્ય રીતે મંગળવારે જમવા માટે બહાર જાય છે. મંગળવારે અગ્રવાલ પરિવારના લોકો પણ બાબાના ધાબા પર ભોજન લેવા પહોંચ્યા હતા. પરંતુ રાત્રે પરત ફરતી વખતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.