કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્મ(MSME)ની વ્યાખ્યામાં ફેરફાર કરવા જઈ રહી છે. માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ જાણકારી આપી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આવનારા 5 વર્ષમાં MSME ક્ષેત્રમાં 5 કરોડ લોકો માટે રોજગારી ઊભી કરવામાં આવશે.
MSME કાયદામાં સંશોધન મારફતે ફેરફારઃ
MSMEની વ્યાખ્યામાં ફેરફાર કરીને આખા ક્ષેત્ર માટે ટેક્સેશન, રોકાણ જેવા જુદા જુદા મામલાઓને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા બનાવી શકાય છે. આ દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ લેન્ડસ્કેપને વધારે સારું બનાવવાની દિશામાં અન્ય એક પગલું રહેશે.
GDPમાં MSMEનો 29 ટકા ફાળોઃ
માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું, અમારી એક બેઠક યોજાશે અને ત્યાર પછી તેને અંતિમ રૂપ આપવામાં આવશે. વ્યાપક ફેરફારોને જલ્દી બદલવામાં આવશે. MSME ક્ષેત્રને ભારતીય અર્થવ્ય્વસ્થાનું હાર્દ માનવામાં આવે છે. ઘરેલૂ ઉત્પાદનમાં તેનો ફાળો 29 ટકા છે. અત્યાર સુધીમાં આ ક્ષેત્રએ 11 કરોડ રોજગાર પેદા કરીને આપી છે. હવે અમારું લક્ષ્ય 5 વર્ષ માટે એ છે કે, અમે વધારે રોજગારીના અવસરો પેદા કરીએ. વિશેષ કરીને જનજાતીય, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રમાં આ અવસર પેદા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.