બુધ અને ગુરુનું ગોચર ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવે છે. ગુરુ અને બુધની યુતિ લાભદાયક માનવામાં આવે છે. બુધ અને ગુરુની યુતિ નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ યોગ લગભગ 500 વર્ષ બાદ બની રહ્યો છે.
બુધ અને ગુરુનું ગોચર ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવે છે. ગુરુ અને બુધની યુતિ લાભદાયક માનવામાં આવે છે. બુધ અને ગુરુની યુતિ નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ યોગ લગભગ 500 વર્ષ બાદ બની રહ્યો છે. નવપંચમ યોગના નિર્માણથી કેટલીક રાશિવાળા માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. બુધે 26 માર્ચના રોજ મધરાતે 3.05 વાગે મીન રાશિમાંથી પોતાની મુસાફરી સમાપ્ત કરીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. 8 એપ્રિલ સુધી મેષ રાશિમાં રહેશે. જ્યારે ગુરુ હાલ મેષ રાશિમાં છે અને 1 મે 2024ના રોજ તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધના મેષ રાશિમાં બિરાજમાન રહેવાથી નવપંચમ રાજયોગ રહેશે. ગુરુ અને બુધ મળીને કઈ રાશિવાળાઓનું ભાગ્ય ચમકાવશે તે જાણો…
ધનુ રાશિવાળા માટે ગુરુ અને બુધની યુતિ શુભ માનવામાં આવી રહી છે. બુધ અને ગુરુના શુભ પ્રભાવથી તમારા તમામ અટકેલા કાર્યો પૂરા થશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે અત્યંત શુભ સમય માનવામાં આવી રહ્યો છે. સુખ સંપત્તિ વધશે. જો કે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે ગુરુ અને બુધની યુતિ ખુબ લાભકારી છે. જોબ કરી રહેલા લોકો પ્રશંસાને પાત્ર બનશે. વેપારીઓ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે. જે તમારા પાર્ટનરના સપોર્ટથી સરળતાથી ઉકેલાઈ શકે છે. જેટલા તમે નિડર રહેશો, એટલી જ સફળતા કદમ ચૂમશે.
કર્ક રાશિ
ગુરુ અને બુધની યુતિ કર્ક રાશિવાળા માટે ખુબ લાભદાયક માનવામાં આવી રહી છે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મિત્રો અને બોસનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે અને તમે રોકાણના નવા વિકલ્પો વિશે વિચારી શકો છો. વિદેશ પ્રવાસ કરવાના પણ યોગ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.