500 વર્ષ બાદ અયોધ્યામાં આ શુભ મુહર્ત આવ્યું છે: યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે અયોધ્યાની મુલાકાત કરી અને રામમંદિર ભૂમિપૂજનની તૈયારીઓની સમિક્ષા કરી. ભૂમિ પૂજન માટે જે જમીન સમતળ કરવામાં આવી તેને જોયા બાદ તમણે રામ મંદિરનો નકશો પણ જોયો. તેમણે રામલલ્લાના દર્શન પણ કર્યાં અને હનુમાન ગઢિ મંદિર પણ ગયા.

યોગી આદિત્યનાથે કહ્યું કે, અયોધ્યામાં 500 વર્ષ બાદ આ શૂભ મૂહર્ત આવ્યું છે. રક્ષા બંધનથી આપણો પ્રયાસ હોવો જોઈએ કે સતત ત્રણ દિવસ સુધી દરેક મંદિરમાં અખંડ રામાયણનો પાઠ થાય. આ દરમિયાન કોરોનાને લઈને જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં આવે.

આ સાથે જ તેમણે કહ્યું કે, દેશમાં અને દુનિયામાં અયોધ્યાનો વ્યાપક પ્રભાવ છે અને તે કરવામાં આપણે સફળ રહ્યાં છીએ. આ શુભ મૂહર્ત આપણાં સૌ સામે આવી રહ્યાં છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર તરફથી બનાવવામાં આવેલી વ્યવસ્થા અને તેના અનુશાનનું આપણે સૌ પાલન કરીશું.

તેમણે કહ્યું કે, તીર્થ ક્ષેત્ર તરફથી બનાવવામાં આવેલી યોજના હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થશે. અમે અયોધ્યાને દેશ અને દુનિયાનું ગૌરવ પ્રદાન કરીશું. દુનિયાની સામે ભવ્ય કાર્યક્રમ થશે. અયોધ્યાની આ મુલાકાત દરમિયાન ત્યાંના ધારાસભ્યો, સાંસદો, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અને સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.